Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ગાંધીનગરમાં સે-21માં વેપારી પાસેથી ગુપ્તીની અણીએ 10 લાખની માંગણી કરનાર બે આરોપીને ઝડપવામાં આવ્યા

ગાંધીનગર:શહેરના સે-ર૧માં રહેતા કોલસાના વેપારી અરવિંદભાઈ ગીરધરલાલ ઠકકરનું કારમાં અપહરણ કરીને જલુંદ ગામની સીમમાં લઈ જઈ વિષ્ણુ બાબુભાઈ પ્રજાપતિએ ગુપ્તી બતાવીને આંગડીયા મારફતે દસ લાખની ખંડણી વસુલી હતી. જે સંદર્ભે વિષ્ણુ પ્રજાપતિ તેના ભાઈ સુરેશ પ્રજાપતિ અને મહેશ જસવાણી સામે પેથાપુર પોલીસમાં ગુનો દાખલ થતાં પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા હતા.જયારે વિષ્ણુની શોધખોળ શરૃ કરી છે જયારે આ ગુનામાં હવે તપાસ કરતાં વધુ આરોપીઓની સંડોવણી પણ જોવાઈ રહી છે. જયારે અરવિંદભાઈ પાસેથી ખંડણી વસુલવામાં આવી હતી ત્યારે સે-૩ની આંગડીયા પેઢી અને જલુંદના ખેતરની આસપાસ અન્ય શખ્સો હાજર હોવાનું પોલીસ માની રહી છે. પોલીસ તપાસમાં એવી પણ વિગતો બહાર આવી રહી છે કે સે-૩માંથી ખંડણી પેટે દસ લાખ વસુલ્યા બાદ આ ખંડણીખોરોએ ગાંધીનગરના એક શોરૃમમાંથી ૧.૩૦ લાખ ડાઉન પેમેન્ટ આપીને કાર પણ ખરીદી હતી. જયાંથી પોલીસે આરોપીઓના સીસીટીવી ફુટેજ પણ કબ્જે કર્યા છે. તો આ આરોપીઓએ ૪.પ૦ લાખ રૃપિયા તેમના અલગ અલગ ખાતામાં જમા કરાવ્યા હતા જયારે છ લાખ રૃપિયા વિષ્ણુ પ્રજાપતિ પાસે હોવાનું બહાર આવ્યું છે. હાલ તો પોલીસે વિષ્ણુની શોધખોળ આદરી છે જેના પકડાયા બાદ અપહરણ, ખંડણીના ગુનાને લગતી વધુ વિગતો બહાર આવી શકે છે. તો બીજી બાજુ અરવિંદભાઈ ઠકકરને ત્યાં નોકરી કરતાં યોગેશ પ્રજાપતિની ભુમિકા પણ પોલીસને શંકાસ્પદ લાગી રહી છે જેથી તેની પણ પુછપરછ કરવામાં આવશે. 

(5:12 pm IST)