-
જોરદાર ! રણવીરસિંહ જમ્યો ૨૭ વાનગીથી ભરપૂર ગુજરાતી થાળી access_time 3:08 pm IST
-
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીએ માણી અમદાવાદની મહેમાનગતિઃ કેરીના રસની ઉડાવી જયાફત access_time 3:58 pm IST
-
લ્યો બોલો... જયેશભાઇ જોરદાર નહિ નબળા રહ્યાં: માત્ર ટેલર જ હતું ‘જોરદાર': નબળી વાતો access_time 3:50 pm IST
-
બજારમાં આવ્યું જબરદસ્ત સ્પીડવાળું નવું રાઉટર access_time 6:14 pm IST
-
બે વખત વડાપ્રધાન બનવું પૂરતું નથી, હું બીજી ધાતુથી બનેલો છું : પીએમ access_time 10:15 am IST
-
વસીમ જાફરની ભવિષ્યવાણી : ગુજરાત ટાઇટન્સ સાથે મળીને આ 3 ટીમો પ્લેઓફમાં પહોંચશે access_time 6:20 pm IST
દિવાળીના તહેવારને વધાવવા માટે સુરતમાં તડામાર તૈયારીઃ 10 દિવસના લાઇટીંગ માટે સુરતીઓ 70 કરોડનો ભાડુ ચૂકવશે અને તહેવારોની ઉજવણી ધામધૂમથી કરશે
ટેક્ષટાઇલ, કોર્પોરેટ, સરકારી બિલ્ડીંગોને લાઇટીંગથી સજાવવા માટે અલગ-અલગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ અપાયો

સુરતઃ ગુજરાતીઓ વિશે એમ કહેવાય છેકે, અહીંની પ્રજાએ ઉજવણીમાં માને છે, અહીંની પ્રજાએ ઉત્સવપ્રેમી છે. અહીં ઉત્તરાયણ હોય કે હોળી, નવરાત્રી હોય કે દિવાળી દરેક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એમાંય વાત જ્યારે સુરતીલાલાઓની હોય તો પછી કહેવું જ શું. સુરતીલાલાઓ દરેક તહેવારને ખુબ જ ઉમળકાભેર ઉજવે છે. ત્યારે આ વખતની દિવાળીની ઉજવણીને લઈને પણ સુરતવાસીઓએ ખાસ તૈયારીઓ કરી છે.
દિવાળીના તહેવારને લઈને શહેર આ વર્ષે પણ કલાત્મક અને રંગબેરંગી રોશનીઓથી ઝગમગી ઊઠશે, જેને લઈને ટેક્સટાઈલ માર્કેટ, કોર્પોરેટ ઓફિસો, સરકારી બિલ્ડિંગોને લાઈટિંગથી સજાવવા અલગ અલગ એજન્સીઓને કોન્ટ્રેક્ટ આપી દેવાયા છે. 10 દિવસમાં લાઈટિંગ માટે સુરતીઓ 70 કરોડ ભાડું ચૂકવશે. ગમે તેટલો ખર્ચો થાય પણ સુરતીલાલાઓ તહેવારોની ઉજવણી ધામધૂમથી જ કરવામાં માને છે.
આ સાથે જ ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લાઈટિંગ બિઝનેસમાં 80 ટકા ગ્રોથ હોવાનું લાઈટિંગ એજન્સીના ઓનરો કહી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને એલઈડી લાઈટ, પામ લાઈટ અને સિરીઝની સારી માગ છે, પરંતુ થીમ બેઈઝ્ડ લાઈટિંગની સૌથી વધારે ડિમાન્ડ હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકા 22 બ્રિજ, 4 જંકશનો પર રોશની કરશે:
આ વર્ષે પાલિકા દિવાળી, નવું વર્ષ અને ભાઇબીજ એમ 3 દિવસ શહેરના 22 બ્રિજ તથા 4 મોટાં જંક્શનો પર રોશની કરશે, જેમાં19.75 લાખનો ખર્ચ થશે. 4 જંકશનોમાં મજૂરાગેટ, સોશિયો સર્કલ, સોના હોટલ સર્કલ તથા રેલવે સ્ટેશન સર્કલનો સમાવેશ થાય છે. લાઇટિંગ પાછળ સૌથી વધુ કેબલ સ્ટેઇડ બ્રિજ, વરાછા ફલાય ઓવર અને રિંગ રોડ બ્રિજ પર અનુક્રમે 2.02 લાખ, 1.76 લાખ અને 1.37 લાખના ખર્ચે રોશની કરવામાં આવશે.