Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ખેડૂતો માટે સરકારે જાહેર કરેલ રાહત પેકેજમાં ભારે વિસંગતતાઃ કોંગ્રેસના ધારાસભ્યોની મુખ્યમંત્રીને રજુઆત

 (અશ્વિન વ્યાસ) ગાંધીનગરઃ ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકનું ધોવાણ થતાં કોંગી ધારાસભ્યો સર્વશ્રી લલીત કગથરા, લલીત વસોયા, પ્રભાત દુધાત સહિતના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલને રજુઆત કરવામાં આવેલ હતી.

આ રજુઆતમાં કોંગી ધારાસભ્યોએ જણાવેલ કે સરકાર દ્વારા જાહેર કરેલ રાહત પેકેજમાં ખુબ જ વિસંગતતા હોય આ મામલે યોગ્ય કરવા જણાવેલ.

દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે કોંગી ધારાસભ્યોને જણાવેલ કે ખેડૂતોના રાહત પેકેજમાં કોઇપણ જાતની વિસંગતતા થશે તો તેને દુર કરવામાં આવશે અને ખેડૂતોને અન્યાય નહિ થાય તેની પુરેપુરી કાળજી રાખવામાં આવશે.

(4:34 pm IST)