Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

રાજકોટ-લોધીકા સહિત ગુજરાત રાજયના ર૮ સરકારી વકીલોની બદલીના આદેશ

રાજકોટ, તા. ર૬ :  બદલીની આ મોસમમાં સરકારી વકીલોની ટ્રાન્સફરના ઓર્ડર પણ છૂટ્યા છે. રાજકોટના બળદેવ રાવળ અને લોધિકાના જયેશ ગરાસીયા સહિત રાજ્યના ૨૮ આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટરની બદલી થઈ છે. રાજકોટના બળદેવભાઇ રાવળની મહેસાણાના વિસનગર અને લોધિકાના જયેશ એચ.ગરાસીયાની સુરતના કઠોર ખાતે બદલી થઈ છે.કાયદા વિભાગના નિયંત્રણ હેઠળ ફરજ બજાવતા આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર શૈલેષ આર. બ્રાહ્મણની ડાયરેકટર ઓફ પ્રોસીકયુશનની કચેરીથી દિયોદર, મનીષાબેન એસ. સેન્દરની વિસનગરથી અમદાવાદ, મધુબેન એમ.ઝાલાની સુરેન્દ્રનગરથી ડાકોર, ગીતાબેન આર.પ્રજાપતિની ખેરાલુથી બાવળા, જે.ડી.પટેલની વિજયનગર (સાબરકાંઠા)થી બારડોલી, મયુરધ્વજસિંહ વાઘેલાની ગાંધીનગરથી સાણંદ, વિરાભાઇ એલ.ડામોરની હાલોલથી ગોધરા, દિપક એન. શર્માની ગોધરાથી હાલોલ, હસમુખ પી. ચૌધરીની રાધનપુરથી ગાંધીનગર, કૃષ્ણરાજ એમ. પટેલની નવસારીથી ગણદેવી, જયેશ બી. પટેલની ગણદેવીથી નવસારી, અમાનુલ્લા ખાનની પાટણથી ગાંધીનગર અને રાકેશ સી. પટેલની કાલોલથી વાપી બદલી કરાઇ છે. એવી જ રીતે ગાંધીનગરના રોહિત ઓઝાને પાટણ, વાપીના રાજેશ એન.રાઠવાને કાલોલ, ઇડરના જીજ્ઞેશ રાવલને વડાલી, વડાલીના પિન્કીબેન વોરાને ઇડર, બોરસદના રાજેશ શાસ્ત્રીને નડિયાદ, દાહોદના સી.પી.મુનિયાને સંતરામપુર, રાપરના એમ.પી.મન્સુરીને રાધનપુર, અમદાવાદ ગ્રામ્યના સુનિલ ચૌધરીને ગાંધીનગર, ગાંધીનગરના આશીષ વી. જોષીને અમદાવાદ ગ્રામ્ય, ભુજના પી.એમ.ગામેતીને ભાવનગર શહેર, લોધીકા રાજકોટના જયેશ એચ.ગરાસીયાને કઠોર(સુરત), ટંકારાના પુજા એસ.જોષીને રાજકોટ, રાજકોટના બળદેવભાઇ રાવળને વિસનગર, ડિસાના કુ.રતનબેન જીવાજી ઠાકોરને મહેસાણા અને મહેસાણાના સંજયકુમાર શાંતિલાલ મોઢને ડિસા ખાતે મુકાયા છે. આ બદલીના આદેશ કાયદા વિભાગના નાયબ સચિવ  સી.બી.મખોડીયા દ્વારા અપાયા છે.

(4:12 pm IST)