Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

વાસુ હેલ્થકેરે વડોદરામાં સૌપ્રથમ એકસકલુઝિવ બ્રાન્ડેડ આઉટલેટ વાસુ નેચરલ્સ લોન્ચ કર્યુ

અમદાવાદ, સુરત અને રાજકોટમાં વધુ વાસુ નેચરલ્સ આઉટલેટ લોન્ચ કરવાની અને  ભારતના અન્ય શહેરોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે

મુંબઇ, તા.૨૬: ડાયરેકટ કન્ઝયુમર કનેકટ મજબૂત બનાવવા અને હાલની તથા નવી પ્રોડકટ ઓફરિંગ્સનો ફર્સ્ટ-હેન્ડ-એકસપિરિયન્સ પૂરો પાડવાના હેતુ સાથે હર્બલ અને આયુર્વેદિક હેલ્થકેર ક્ષેત્રે અગ્રણી બ્રાન્ડ વાસુ હેલ્થકેરે  ગુજરાતના વડોદરા ખાતે કંપનીનો સૌપ્રથમ એકસકલુઝિવ બ્રાન્ડ આઉટલેટ (ઈબીઓ) વાસુ નેચરલ્સ લોન્ચ કર્યો છે. કંપની ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં વધુ વાસુ નેચરલ્સ આઉટલેટ લોન્ચ કરવાની અને ક્રમશઃ ભારતના અન્ય શહેરોમાં વિસ્તરણ કરવાની યોજના ધરાવે છે. વાસુ નેચરલ્સ આઉટલેટ્સના વિસ્તરણ સાથે કંપની એકસકલુઝિવ કિઓસ્ક, બ્યૂટી એડવાઈઝર કાઉન્ટર, શોપ ઈન શોપ, હોટેલ અને સ્પા વગેરે થકી તેના નેટવર્કના વિસ્તરણની યોજના ધરાવે છે.

વાસુ નેચરલ્સ આઉટલેટ્સમાં હેર કેર, સ્કીન કેર, પર્સનલ કેર, મેન્સ કેર સહિતની વાસુ હેલ્થકેરની પ્રોડકટ્સ તથા અન્ય હેલ્થ અને વેલનેસ પ્રોડકટ્સની સમગ્ર રેન્જ રજૂ થશે. કંપની યુરોલોજી, ઓર્થોપેડિકસ, પીડિયાટ્રિકસ, ગાયનેકોલોજી, રેસ્પિરેટરી કેર વગેરે સહિતના સેગમેન્ટમાં ૨૦૦થી વધુ પ્રોડકટ્સ ધરાવે છે.

આ લોન્ચ પ્રસંગે વાસુ હેલ્થકેર પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર શ્રી હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું કે વાસુ નેચરલ્સ આઉટલેટ કંપનીનું પાંચમું ડિવિઝન ડાયરેકટ કન્ઝયુમર ડિવિઝન છે જેના થકી ગ્રાહકોને વાસુ હેલ્થકેરની તમામ હાલની અને ભવિષ્યની પ્રોડકટ્સનો ફર્સ્ટ-હેન્ડ એકસપિરિયન્સ પૂરો પડાશે. આગળ જતાં કંપની ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત અને રાજકોટમાં વધુ વાસુ નેચરલ્સ આઉટલેટ્સ લોન્ચ કરવાની અને તબક્કાવાર દેશવ્યાપી વિસ્તરણની યોજના ધરાવે છે. ડાયરેકટ કન્ઝયુમર કનેકટ પર ધ્યાન આપતાં વાસુ હેલ્થકેર કંપની આઉટલેટ્સ, એકસકલુઝિવ કિઓસ્ક અને શોપ ઈન શોપ મોડલ સહિતના રિટેલ ટચ-પોઈન્ટ્સના નેટવર્કને મજબૂત બનાવવા પર ધ્યાન આપી રહી છે.

(4:10 pm IST)