Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

વર્ગ-૪ ના કર્મચારીઓને રૂ. ૩પ૦૦ સુધીનું બોનસ

ઓછામાં ઓછા ર૪૦ દિવસ કામ કરનાર શ્રમિકોને રૂ. ૧ર૦૦ બોનસ : ગુજરાત સરકારનો નિર્ણય

રાજકોટ, તા. ર૬ :  રાજય સરકાર દ્વારા સાતમા છઠ્ઠા અને પાંચમા પગાર પંચમાં વર્ગ-૪ના સંવર્ગમાં નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મચારીઓને સને ર૦ર૦-ર૦ર૧ ના હિસાબી વર્ષ માટે ૩૦ (ત્રીસ) દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચુકવવાનો નિર્ણય કરેલ છે. એડહોક બોનસની રકમની મહતમ મર્યાદા રૂ. ૩પ૦૦/- ની રહેશે. તેમ રાજય સરકારના નાણા વિભાગે હુકમ કર્યો છે.

એડહોક બોનસનો લાભ નીચેની શરતોને આધીન રહીને મળવાપાત્ર થશે. એડહોક બોનસનો લાભ ફકત વર્ગ-૪ ના કર્મચારીઓને મળવા પાત્ર થશે. તા. ૩૧-૩-ર૦ર૧ ના રોજ નોકરીમાં ચાલુ હોય અને ર૦ર૦-ર૦ર૧ ના વર્ષ દરમ્યાન જેમણે ઓછામાં ઓછી ૬ (છ) મહિનાની સળંગ નોકરી કરી હોય તે કર્મચારીઓ આ હુકમ અન્વયે કરેલ નોકરીના પ્રમાણમાં ચુકવણીને પાત્ર બનશે પાત્રતાનો ગાળો નોકરીમાં મહિનાને સંખ્યા (નજીકના આખા મહિનામાં) ના આધારે ગણવામાં આવશે. આ હુકમો હેઠળ મળવાપાત્ર એડહોક બોનસનું પ્રમાણ તા. ૩૧-૩-ર૦ર૧ ના રોજ મળવાપાત્ર મળતરના આધારે રહેશે.

પાંચમાં છઠ્ઠા અને સાતમાં પગારપંચ મુજબ થયાં રૂ. ૩પ૦૦/- થી વધુ પગાર હોય ત્યાં મહતમ મર્યાદા રૂ. ૩પ૦૦/- ધ્યાને લેતા ૩૦ દિવસનું એડહોક બોનસ *૩૦ / ૩૦.૪= રૂ. ૧૧૮૪.ર૧ (આખા રૂપિયા ૧૧૮૪/- ) થશે. જે કિસ્સામાં ખરેખર માસિક મળતર રૂ. ૧ર૦૦/- કરતા ઓછુ હોય તો રકમની ગણતરી ખરેખર માસિક મળતર ઉપર ગણવાની રહેશે.

ર૦ર૦-ર૦ર૧ ના વર્ષ દરમિયાન બોર્ડ અને નિગમમાં પ્રતિનિયુકિત પર હોય તેવા વર્ગ-૪ના કર્મચારીઓ પણ સંબંધિત બોર્ડ/ નિગમોમાંથી એડહોક બોનસ મેળવવાને પાત્ર થશે. તેમણે સંબંીધત બોર્ડ/નિગમોના હુકમો હેઠળ એડહોક બોનસનો લાભ મેળવેલ હશે તેવા કર્મચારીઓને આ હુકમો અન્વયે એડહોક બોનસ મળવા પાત્ર થશે નહીં.

(12:41 pm IST)