Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને સામુદાયિક સાથસહકાર અને વિકાસમાં ઇએસજી ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ એનાયત

સંપૂર્ણ આર્થિક અને સામાજીક વિકાસની પહેલ માટે એવોર્ડ એનાયતઃ શંકર ચક્રવર્તી

પિપાવાવઃ એપીએમ ટર્મિનલ્સ પિપાવાવને સામુદાયિક સાથસહકાર અને વિકાસ (સામુદાયિક જોડાણમાં અને તેમના સંપૂર્ણ આર્થિક અને સામાજિક વિકાસમાં ઉત્કૃષ્ટ રીતો)માં નેતૃત્વ કરવા બદલ ઇએસજી ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ્ઝ એનાયત થયો છે. ભારતની પ્રથમ ઇએસજી રેટિંગ એજન્સી અને એક્યુતે ગ્રૂપ કંપની ESGRisk.aiએ ઓનલાઇન એવોર્ડ સમારંભમાં સસ્ટેઇનેબિલિટી સ્પેસમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરનાર કંપનીઓનું સન્માન  કર્યું હતું.

 એપીએમ ટર્મિનલ્સ પિપાવાવે પિપાવાવ પોર્ટની આસપાસ ઘણા વર્ષોથી સમુદાયના યુવાનોની કુશળતા વધારી છે અને આ રીતે સમુદાયના વિકાસને હંમેશા પ્રાથમિકતા આપી છે. આ માટે કંપનીની વિવિધ કામગીરીઓમાં મહિલા સશકિતકરણ, જળ સંરક્ષણ પર જાગૃતિ લાવવાની પહેલો, મોટા પાયે જળસંચય માળખાઓનું નિર્માણ, ફ્રન્ટલાઇન વોરિયર્સ સાથે સક્રિયપણે કામગીરી અને મહામારી દરમિયાન વિશિષ્ટ કામગીરી તેમજ પોર્ટ પર ૧૦૦૦થી વધારે દિવસ સુધી સલામત કામગીરીની સફળતા સામેલ છે. આ સીમાચિહ્નરૂપ સફળતાઓ ઉપરાંત કંપનીએ પર્યાવરણનાં સંરક્ષણ માટે હાથ ધરેલી પહેલો સાથે સસ્ટેઇનેબિલિટી તરફ હરણફાળ ભરી છે તેમજ 'રિડ્યુસ, રિયુઝ અને રિસાઇકલ'ની ફિલોસોફી દ્વારા અસરકારક રીતે સંસાધનોનો ઉપયોગ કર્યો છે.

 પોર્ટના સામુદાયિક વિકાસના પ્રયાસો પર એક્યુતેના ગ્રુપ સીઇઓ અને ESGRisk.aiના ચેરમેન શંકર ચક્રવર્તીએ કહ્યું હતું કે, 'ઇએસજી ઇન્ડિયા લીડરશિપ એવોર્ડ ૨૦૨૧માં એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ (ગુજરાત પિપાવાવ પોર્ટ લિમિટેડ)ના સામુદાયિક સાથસહકાર અને વિકાસના પ્રયાસોની નોંધ લેવામાં આવી છે. અમારું વિશ્લેષણ સૂચવે છે કે, કંપની સ્થાનિક સમુદાયના સામાજિક-આર્થિક વિકાસને સુનિશ્ચિત કરે છે અને એ કામગીરીની પર્યાવરણ પર થતી અસરમાં ઘટાડો કરે છે. શાળાના માળખામાં સુધારો, તબીબી સહાય પ્રદાન કરવી, આરોગ્ય અને પોષણ તેમજ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન વગેરકે જેવી સીએસઆર પહેલોથી પોર્ટની આસપાસ ૨૦૦થી વધારે ગામડાઓમાં સકારાત્મક અસર થઈ છે. હું જીપીપીએલને આ સેગમેન્ટમાં તેમના સર્વાંગી પ્રયાસો બદલ અભિનંદન આપું છું.

આ એવોર્ડ પર એપીએમ ટર્મિનલ્સ પિપાવાવના એમડી શ્રી યાકબ ફ્રિસ સોરેન્સને કહ્યું હતું કે, 'એપીએમ ટર્મિનલ્સ પિપાવાવમાં અમે દ્રઢપણે શક્ય તમામ રીતે સમાજને પરત કરવામાં માનીએ છીએ. જવાબદાર કોર્પોરેટ તરીકે અમે અમારી આસપાસના સમુદાયોના સામાજિક-આર્થિક વિકાસ, કૌશલ્ય સંવર્ધન અને જીવનધોરણમાં સુધારાને સુનિિ?ત કરીએ છીએ. ઇએસજી એવોર્ડ મારફતે માન્યતા અણારી પહેલોનો પુરાવો છે, જે અમે યોગ્ય માર્ગ પર હોવાનો સંકેત આપે છે.' તેેમ યાદીના અંતમાં જણાવ્યું છે.

(12:13 pm IST)