Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

સન્માન: વલસાડના ગાડરિયામાં લૂંટારુંઓનો સામનો કરી બે લૂંટારુંને પકડી પાડનારા પરિવારનું સન્માન

જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાએ વલસાડ જિલ્લાના લોકોના દિલ જીતી લીધા:પ્રભારીમંત્રી અને ધારાસભ્યોની હાજરીમાં સન્માન કરવામા આવ્યું

(કાર્તિક બાવીશી દ્વારા)વલસાડ જિલ્લા પોલીસે અનેક સારા કાર્યો કર્યા છે વલસાડ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા લોકોના સુખ દુઃખમાં પરીવાર બની ઊભા રહ્યા  છે વલસાડ જિલ્લાના ગાડરિયામાં લૂંટના ઈરાદે આવેલા ત્રણ લૂંટારુઓને હિંમતપૂર્વક સામનો કરી બે લૂંટારુઓને ઝડપી પાડનાર પરિવારનું સન્માન કરવામા આવ્યું હતુંવલસાડના ગાડરિયા ગામે થોડા દિવસ પહેલા એક મકાનમાં ત્રણ લૂંટારૂઓ લૂંટના ઈરાદે ઘૂસી ગયા હતા. મકાનમાલિકને હથિયાર બતાવી બંધક બનાવી લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા હતા ત્યારે, મકાન-માલીકની પત્ની જાગી જતા તેઓએ બૂમાબૂમ કરી હતી. જેથી આજુબાજુના લોકો એકઠા થઇ ગયા હતા, અને લોકોએ ત્રણ લૂંટારૂઓ પૈકી બે લૂંટારૂઓને ઝડપી પાડી બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. જોકે એક લૂંટારૃ નાસી ગયો હતો. ત્યાર બાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

આ ઘટના બદલ 25 ઓક્ટોબર ના રોજ પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ, ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધારાસભ્ય રમણભાઈ પાટકર, ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઈ તથા પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા દ્વારા આ પરિવારનું લૂંટના આરોપીઓનો હિંમતપૂર્વક સામનો કરી આરોપીઓને પકડી પાડવા બદલ વલસાડ SP કચેરીના સભાખંડમાં સન્માન કરવામાં આવ્યું હતું .

(11:15 am IST)