Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

વેટની એપેલેટ ટ્રિબ્યુનલમાં એક પણ સભ્ય ન હોવાથી અપીલના કેસો ઠપ

૬,૦૦૦ કેસમાં રૂ.૧૦,૦૦૦ કરોડના વિવાદોનો ચાર વર્ષથી ઉકેલ જ આવતો ન હોવાથી વેપારીઓ ત્રસ્ત

અમદાવાદ તા. ૨૬ : છેલ્લા ચાર વર્ષથી અમદાવાદમાં વેલ્યુ એડેડ ટેકસની ટ્રિબ્યુનલના પ્રેસિડન્ટની નિમણૂક થઈજ  નથી. હાઈકોર્ટના નિવૃત્ત્। જજને આ હોદ્દા પર મૂકવાનો શિરસ્તો છે. છેલ્લે ૪ વર્ષ અગાઉ બંકીમ મહેતા આ હોદ્દા પરથી નિવૃત્ત્। થયા ત્યારબાદ કોઈ નવી વ્યકિતની આ હોદ્દા પર નિમણૂક જ કરવામાં આવી નથી.

હવે તો એ નોબત આવી ગઈ છે કે વેટ ટ્રિબ્યુનલના છેલ્લા બે સભ્ય પણ નિવૃત્ત્। થઈ ગયા છે. પરંતુ નવી નિમણૂક કરવાની દિશામાં કોઈજ સક્રિયતા જણાતી નતી. એપેલેટ ટ્રિબ્યુનલમાં ચાર જજની જગ્યા છે. પ્રમુખ તરીકે હાઈકોર્ટના નિવૃત્ત્। જજને મૂકે છે. બાકીના ત્રણ મેમ્બર હોય છે. એક સેશન કોર્ટના જજને નિયુકત કરે છે.

બાકીના બે સભ્ય તરીકે જોઈન્ટ કમિશનરના હોદ્દા પરથી નિવૃત્ત્। થયેલી બે વ્યકિતને નિમણૂક આપવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષથી બે જગ્યા પર જ નિમણૂક થયેલી છે. છેલ્લા ૪ વર્ષથી માત્ર બે જગ્યા ભરીને કામ કરાવવામાં આવે છે. આ જગ્યા પર વકીલ તરીકે દસ વર્ષની પ્રેકિટસ કરનારાઓને પણ નિયુકત કરવામાં આવે છે.

ચાર વર્ષથી ઇન્ચાર્જ પ્રમુખથી જ કામ ચલાવવામાં આવે છે. હાઈકોર્ટના નિવૃત્ત જજ નિમાયા જ નતી. તેમાંય વળી બે જગ્યાતો ચાર વર્ષથી સાવ જ ખાલી રહેલી છે. પરિણામે રૂ. ૬૦૦૦ જેટલા અપીલના કેસો અટવાયેલા છે. આ કેસોનો ઉકેલ ન આવતા વેપારીઓના રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુની રકમ વિવાદમાં અટવાયેલી છે.

એક વર્ષથી બે જ સભ્ય હતા. નીચલી કોર્ટના જજ પ્રમુખના ચાર્જમાં હતા. તેમની સાથે જોઈન્ટ કમિશનર નિવૃત્ત્। અનિલ ઠક્કર હતા. તેઓ ૧૦મી ઓકટોબરે નિવૃત્ત્। થયા તે પૂર્વે કરેલા તમામ ઓર્ડરમાંથી જે ઓર્ડર ઓનલાઈન અપલોડ નહોતા કરાયા તે ઓર્ડર ઇન્ચાર્જ પ્રમુખે રદ કરી લઈને તેમના અંગે નવેસરથી સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.

આ આદેશ આપવા પાછળના કારણો અંગે સ્પષ્ટતા કરાઈ નથી. તેથી તેમની વચ્ચે વિવાદ હશે તેવા તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે. પરિણામે વેપારીઓએ બીજા બેથી ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડશે. દસમી ઓકટોબરે અનિલ ઠક્કર નિવૃત્ત્। થયા તેના દસથી બાર દિવસમાં ઇન્ચાર્જ પ્રમુખ પણ નિવૃત્ત્। થઈ ગયા છે.

આજે વેટ એપેલેટ ટ્રિબ્યુનલમાં કોઈ જ નિમણૂક પામેલા નથી. સામાન્ય રીતે નિવૃત્ત્। થાય તે પૂર્વે જ નવી નિમણૂકની જાહેરાત કરી દેવાનો નિર્ણય ગુજરાતના નાણાં મંત્રીએ લઈ લેવાનો હોય છે. પરંતુ સરકારની સુસ્તી વધી રહી છે. આજેય તેમની નિમણૂક થઈ નતી. છેલ્લા ચાર વર્ષમાં પણ અપીલ એડમિટ કરીને સ્ટે આપવા સિવાય ખાસ કામ થયા નથી. રેગ્યુલર હિયરિંગ પણ થયા જ નથી.

(10:14 am IST)