Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

દિવાળી પહેલા GAS કેડરના 8 અધિકારીઓની બદલીના આદેશ : કેટલાક સિલેક્શન સ્કેલમાંથી સિનિયર સ્કેલ અપાયો

અમદાવાદ : આજે GAS કેડરના 8 ડેપ્યુટી કલેકટરની બદલીઓ કરવામાં આવી છે. GAS કેડરના ડેપ્યુટી કલેકટર એસ.પી.ભગોરાની પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર, ટ્રાઇબલ એરિયા સબ પ્લાન, પંચમહાલ – ગોધરા, સી.એમ.ત્રિવેદીની ગાંધીનગર મનપામાં અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં, એન.એસ.ડોડીયાની કમીશનરેટ ઓફ ટ્રાન્સપોર્ટ, ગાંધીનગરમાં, ડી.જી.મહેતાની સરદારનગર ટાઉનશીપ અમદાવાદના એડિશનલ કલેકટર તરીકે, એચ.પી.પટેલની જીઓલીજી અને માઇનિંગના એડિશનલ કલેકટર તરીકે, ડી.કે.બ્રહ્મભટ્ટની ડીસ્ટ્રીકટ રૂરલ ડેવલોપમેન્ટ એજન્સી કચ્છના ડિરેક્ટર તરીકે, ડી.એમ.પંડ્યાની ડેપ્યુટી ડેવલોપમેન્ટ ઓફિસર ગાંધીનગરમાં અને એમ.જે. પંડ્યાની ગાંધીનગર સચિવાલયમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં એટીવીટી તરીકે બદલી કરવામાં આવી છે.

(1:07 am IST)