Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

અમદાવાદ લીંબડી હાઇવે પર ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત : છ લોકો ઘાયલ : એકને ગંભીર ઇજા

બગોદરા નદી પરના ગોગાપુલ પાસે જામનગરથી સુરત જઇ રહેલી ખાનગી લક્ઝરી બસ ડમ્પર પાછળ ઘુસી

અમદાવાદ લીંબડી હાઇવે પર ડમ્પર અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બગોદરા નદી પરના ગોગાપુલ પાસે ખાનગી લકઝરી બસ અને ડમ્પરનો અકસ્માત થયો હતો. જામનગરથી સુરત જઇ રહેલી ખાનગી લક્ઝરી બસ ડમ્પર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં છ વ્યક્તિને નાની-મોટી ઇજા પહોંચી છે. ૧૦૮ વાન બગોદરા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હતી. એક વ્યક્તિની હાલત વધુ ગંભીર જણાતા બગોદરા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે.

(9:42 pm IST)