Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

ફોટા વાયરલ કરી બ્લેકમેલ કરતા યુવકની સામે ફરિયાદ

અમદાવાદના દાણીલિમડા વિસ્તારનો બનાવ : ત્રણ વર્ષ પહેલા ફેસબુક થકી મિત્રતા થઈ હતી આ મિત્રતા ગાઢ સંબંધમાં પરિણમી જેનું પરિણામ ભયાનક આવ્યું

અમદાવાદ,તા.૨૫ : શહેરના દાણીલિમડામાં રહેતી ૨૦ વર્ષની યુવતી ગાંધીનગર હોમિયોપેથી કોલેજમાં અભ્યાસ કરી રહી છે. દરમિયાન સોશિયલ મીડિયા થકી ફ્રેન્ડશીપ કરવી અને સંબંધોમાં આગળ વધુવું તેને ખૂબ ભારે પડી ગયું હતું. જ્યારે કહેવાતા પ્રેમીએ તેના ન્યુડ પિક્સ અને વીડિયો મેળવીને તેને બ્લેકમેઇલ કરવાનું શરું કર્યું હતું. યુવતી ધમકી આપનારા પ્રેમીને ફેસબુક પર મળી હતી અને સામાન્ય વાતચીત ફ્રેન્ડશીપમાં બદલતા બંને ઈન્સ્ટાગ્રામ અને પછી વોટ્સએપ પર કલાકો સુધી વાતો કરતાં હતા. દરમિયાન યુવકે તેને ફોસલાવીને ન્યુડ કોલ અને પિક્સ માટે રાજી કરી દીધી હતી. જે બાદ યુવતી માટે ખરાબ દિવસો શરું થયા હતા.

 જોકે યુવતીએ સમગ્ર હકીકત તેની માતાને કહેતા માતાએ શહેરની સાઈબર ક્રાઈમ બ્રાન્ચમાં અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ આધારે ઘટનાની મળતી વિગત મુજબ ૨૦ વર્ષની યુવતી અમદાવાદના દાણીલિમડા વિસ્તારમાં રહે છે અને આશરે વર્ષ પહેલા ફેસબુક પર તેની એક પુરુષ સાથે મિત્રતા થઈ હતી. જે બાદ બંને એકબીજા સાથે નિયમિત વાતચીત કરતાં થયા અને ધીરે ધીરે ફ્રેન્ડશીપ આગળ વધતા બંને ઇન્સ્ટાગ્રામ અને ત્યાંથી વોટ્સએપ નંબરની આપલે સુધી પહોંચ્યા હતા. જે બાદ બંને વીડિયો કોલ પર પણ વાત કરતાં હતાં. તેમ ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. જેમ જેમ બને વચ્ચે સંબંધો ગાઢ થતાં ગયા તેમ તેમ યુવકે ધીરે ધીરે યુવતીને ફોસલાવીને અને વીડિયો કોલ દરમિયાન યુવતીને વેબકેમ સામે ન્યુડ થવા માટે તૈયાર કરી દીધી હતી.

ઉપરાંત યુવતીને પોતાના ન્યુડ ફોટો મોકલવા માટે પણ મનાવીને તેના ન્યુડ ફોટો અને વીડિયો મેળવી લીધા હતા. જોકે બાદમાં યુવક વારેઘડી યુવતીને ન્યુડ ફોટો અને વીડિયો માટે આગ્રહ કરતો અને જો યુવતી ના પાડે તો ધીરે ધીરે બંને વચ્ચે ઉગ્રતા આવી જતી. સાથે યુવકે હવે યુવતીને તેના ન્યુડ ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પણ વધુ આવા પ્રકારના ફોટોઝ અને વીડિયો માટે દબામણી શરુ કરી હતી. યુવકના પ્રકારના વર્તનથી કંટાળીને યુવતીએ અંતે તેની સાથેના સંબંધો કાપી નાખ્યા હતા. તેમજ યુવક સાથે વાત કરવાનું બંધ કરતા યુવકે યુવતીના સગા સંબંધીઓમાં તેના ન્યુડ ફોટોઝ અને વીડિયો વહેતા કર્યાં હતાં. એટલું નહીં એફઆરઈ મુજબ યુવકે યુવતીના નામે ઇન્સાટાગ્રામ પર નકલી પ્રોફાઈલ પણ બનાવી હતી અને યુવતીની વાંધાજનક તસવીરો પોસ્ટ કરી દીધી હતી.

ફરિયાદી મહિલાએ જણાવ્યું કે જ્યારે બાબતે તેની દીકરીએ તેમને વાત કરી તો તેણે સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું અને તે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અહીં મહિલાની ફરિયાદને ઇન્ફોરમેશન ટેક્નોલોજી એક્ટ હેઠળ નોંધવામાં આવી છે. તેમજ પોલીસે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પરથી કેસના તમામ પુરાવા ભેગા કરવાનું શરું કર્યું છે અને કેસમાં આરોપીને ટ્રેસ કરવાનું શરું કર્યું છે.

(9:02 pm IST)