Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વિરમગામની સાંઈ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યુટનુ રી-ઓપનિંગ કરવામાં આવ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :વિરમગામની સાંઈ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યુટનું રી-ઓપનિંગ બીજો માળ પ્રાઇડ સિટી સેન્ટર એસબીઆઇ બેન્ક સેવાસદન રોડ ખાતે તારીખ 26 ઓક્ટોબર 2020 ના રોજ કરવામાં આવ્યું હતું. વિરમગામ શહેરમાં ઘણા વર્ષોથી સાંઈ પેરા મેડિકલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા લેડીસ જેન્સ વિદ્યાર્થીઓને પેરા મેડિકલના વિવિધ માર્ગદર્શન કોર્ષ  સહિત કોમ્પ્યુટર,સ્પોકન ઇંગ્લિશ કોર્ષ શીખવવામાં આવે છે. તેમજ બહેનોને હોસ્ટેલમાં રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે. તેમજ અપ ડાઉન કરી શકતા બહેનોને મફત બસ પાસ તેમજ ભાઈઓને કન્સેશન પાસની સુવિધા આપવા સાથે રોજગારીની તકો ઊભી કરી આપવામાં આવે છે.  કોરોના મહામારી ચાલી રહી હોવાથી સરકારની ગાઈડલાઈન મુજબ અંગત પરિવારજનોએ સંબંધીઓની હાજરીમાં સત્યનારાયણ દેવના પૂજન સાથે રી ઓપનિંગ  કાર્યક્રમ યોજાયો હતો તેમ સાંઈ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટના જીજ્ઞાબેન રાવલે જણાવ્યું હતું.

(7:05 pm IST)