Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

સુરતના લીંબાયતમાં સુભાષ નગર ગલીમાં મકાનમાં અગમ્ય કારણોસર આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

સુરત:ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ લિંબાયતના સંજય નગર સર્કલ પાસે સુભાષ નગર ગલીમાં આજે સવારે એક મકાનમાં પરિવારના સભ્યો દરવાજો બંધ કરીને કામ અર્થે ગયા હતા. બાદમાં તેમના ઘરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ધીરે- ધીરે આગ લાગતા આજુબાજુના લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી અને આગ બુઝાવવાનો પ્રયાસ કરતા હતા

અંગે ફાયરબ્રિગેડને જાણ થતા ફાયર ઓફિસર ફાયર જવાનો સાથે ઘટનાસ્થળે ધસી ગયા હતા અને લોખંડની ગ્રીલ માંથી પાણીનો મારો ચલાવતા હતા. તે સમયે ઘરમાં રહેતા વ્યકિત ધસી આવ્યા અને દરવાજો ખોલ્યો હતો. બાદમાં ફાયર જવાનોએ અડધોથી પોણો કલાકમાં આગ કાબુમાં મેળવી લીધો હતો

જોકે આગમાં પલંગ, વોશિંગ મશીન, કબાટ, વાયરીંગ સહિતની વસ્તુઓ નુકસાન થયું હતું. બનાવમાં કોઇ જાનહાનિ થઇ હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

(6:48 pm IST)