Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

અમદાવાદ : ટ્રેનોમાં મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરવા મારી સહેલી અભિયાન શરૂ કરવામાં આવ્યું

અમદાવાદ: ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા સુનિચ્છિત કરવા માટે પશ્ચિમ રેલવે દ્વારા 'મારી સહેલી' અભિયાન હેઠળ અમદાવાદ-ગ્વાલિયર અને અમદાવાદ-આગ્રા કેન્ટ બે ટ્રેનોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

        ટ્રેનમાં એકલી કે બાળકો સાથે મુસાફરી કરતી મહિલાઓની સુરક્ષાની જવાબદારી આરપીએફની મહિલા અધિકારીઓ ઉપાડી લેશે. અસામાજિક તત્વોનો ત્રાસ સહન કરવો પડે, મુસાફરી દરમિયાન કોઇપણ પ્રકારની મુંઝવણ, અસુરક્ષા કે હેરાનગતિનો ભોગ બનવો પડે તે માટે દરેક ડિવિઝનમાં મહિલા સ્કવોર્ડ દ્વારા મોનિટરિંગ કરવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે.

(6:43 pm IST)