Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વિરમગામના ચંદુજી દરબારે ગાંધી હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરીને જન્મ દિવસ ઉજવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરના ઘાંચાની લાટી વિસ્તારમાં રહેતા ચંદુજી દરબારે સોમવારે પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. વિરમગામમાં આવેલા ગાંધી હોસ્પિટલમાં તેઓના દ્વારા ફ્રુટ વિતરણ કરીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેઓને મિત્રો, શુભેચ્છકો દ્વારા જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિરમગામના પુર્વ ધારાસભ્ય વજુભાઇ ડોડીયા, બળવંતભાઇ ઠાકોર, દેવાભાઇ ઠાકોર, અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના પ્રદેશ ઉપપ્રમુખ સતીષભાઇ ઠાકોર,  અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના વિરમગામ પ્રમુખ ચેતનભાઇ કંસારા, ધર્મેશભાઇ ઠક્કર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(3:27 pm IST)