Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાજયના વર્ગ-૪ ના કર્મચારીઓને પણ દિવાળી એડહોક બોનસ અને ફેસ્ટીવલ એડવાન્સ આપો

ચોથા વર્ગ કર્મચારી મહામંડળ રાજય કક્ષા દ્વારા માંગ

રાજકોટ તા. ૨૬ : કેન્દ્રના કર્મચારીઓને દિવળી એડહોક બોનસ આપવા જાહેરાત થઇ છે. ત્યારે રાજયના વર્ષ -૪ ના કર્મચારીઓને પણ વર્ષ ૨૦૧૯-૨૦ નું દિવાળી એડહોક બોનસ તથા ફેસ્ટીવલ એડવાન્સ આપવા રાજય ચોથા વર્ગ કર્મચારી મહામંડળ દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.

તમામ જિલ્લાના કર્મચારીઓને સમયસર આ લાભ આપવા મંડળના રાજકોટ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર મહેતા અને સાબરકાંઠા જિલ્લા પ્રમુખ કે. એમ. પ્રણામીની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(2:40 pm IST)