Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગુજરાતની સરકારી લો-કોલેજો એડમીશન આપી શકશેઃ દિલીપ પટેલ

કોરોના મહામારીના સંદર્ભમાં થયેલ રજુઆતને સફળતા

રાજકોટ તા.ર૬ : બાર કાઉન્સીલના પુર્વ ચેરમેન અને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના જાગૃત મેમ્બર દિલીપ પટેલ હંમેશા વકીલો અને લો કોલેજના વિદ્યાર્થીની ચિંતા કરતા આવેલ છે. ગુજરાતની સરકારી લો કોલેજો ઓછી ફી થી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતી હોય છે પરંતુ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સરકયુલર મુજબ દરેક લો કોલેજમાં ફુલટાઇમ ૮ પ્રોફેસર અને ૧ આચાર્ય હોવા જરૂરી છે.

હાલ સમગ્ર વિશ્વમાં અને ભારતમાં કોરોના મહામારી ચાલતી હોય. સરકારી લો કોલેજમાં  સરકારીશ્રી પ્રક્રિયા મુજબ ગુજરાતની લો કોલેજોમાં ઘટતા પ્રોફેસર અને આચાર્યની ભરતી પ્રક્રિયા થઇ શકે તેમ ન હોય ભરતી પ્રક્રિયામાં ખુબ જ લાંબો સમય જાય તેમ હોય, તેથી વિદ્યાર્થીનું વર્ષ બગડે તેમ હોય, તે પરિસ્થિતિ અંગે ગુજરાતની લો કોલેજ વાળાએ મેમ્બર દિલીપ પટેલને રજુઆત કરેલી હતી.

આ સમગ્ર હકિકત બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના ચેરમેને મનનકુમાર મિશ્રાને મેમ્બર દિલીપ પટેલ જાણ કરતા અને હાલમાં કોરોનામાં ગુજરાત સરકાર તરફથી ભરતી પ્રક્રિયા શકય ન હોય, સરકયુલરમાં વિદ્યાર્થીના ભવિષ્યને ધ્યાનેે લઇ બાંધછોડ કરવા રજુઆત કરેલ હતી.

બાર કાઉન્સીલની જનરલ કાઉન્સીલની મીટીંગમાં આ પ્રશ્ન અને હકકીતને ધ્યાને લઇ દરેક કોલેજોને વિદ્યાર્થીને એડમીશન આપવા મંજુરી આપેલ છે. તેમજ દરેક લો કોલેજોએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયામાં હાલની સ્થિતિ અંગે એપ્રુવલ મેઇલથી પત્રથી લેવી પડશે તેમ અનુમતી આપેલ હતી.

બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના જાગૃત મેમ્બર દિલીપ પટેલના પ્રયાસની સમગ્ર ગુજરાતનો સરકારી લો કોલેજોના વિદ્યાર્થીનું ભાવી બગડતા અટકેલ છે.

(2:38 pm IST)