Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

વિરમગામના ઐતિહાસિક ગેગડી હનુમાનજી મંદિરે અન્નકુટ ધરાવાયો

મોટી સંખ્યામાં ભક્તો એ ગેગડી હનુમાનજી દાદાના દર્શનનો લાભ લીધો

 વિરમગામ : વિરમગામ શહેરમાં હર્ષોલ્લાસ સાથે દિવાળીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કાળી ચૌદશે વિરમગામના ઐતિહાસિક ગેગડી હનુમાનજી મંદિરે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. ભક્તો દ્વારા હનુમાન દાદા ને વિવિધ પ્રકારની મીઠાઇઓ, વાનગીઓ, અનેક પ્રકારના ફરસાણ સહીતનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. વિરમગામના મોટી સંખ્યામાં ભક્તો એ ગેગડી હનુમાનજી દાદાના દર્શનનો લાભ લીધો હતો અને પ્રસાદ ગ્રહણ કરી ને ધન્યતા અનુભવી હતી.

  આ ઉપરાંત ગેગડી હનુમાનજી મંદિરે મહા આરતી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કાળી ચૌદશ એટલે દિવાળીની તહેવારની આગલી રાત. કાળી ચૌદશ નરક ચતુદર્શી તેમજ રૂપ ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાળી ચૌદશનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે. એવુ કહેવાય છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ દ્વારા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને કકળાટ કાઢવામાં આવ્યો હતો

(7:24 pm IST)