Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ભાઈ બહેનના સંબંધને કલંક લગાડનાર વડોદરાનો દર્દનાક કિસ્સો: પિતરાઈ બહેન પર નજર બગાડનાર હવસખોર ભાઈના આંખમાં રેતી નાખી મહિલાએ પોતાનો જીવ બચાવ્યો

વડોદરા: શહેરમાં પિતરાઇ બહેન પર દાનક બગાડનાર આરોપી સામે માંજલપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ અંગેની વિગત એવી છે કે, વડસર વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરકામ કરે છે. તેનો પતિ છુટક મજૂરી કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે.  ગત બુધવારે મામાના પુત્રની બર્થડે હોય પરિણીતાની ૧૭ વર્ષની પુત્રી બર્થડેમાં ગઇ હતી. રાત્રે ૧૦ વાગ્યે પરિણીતા પોતાની પુત્રીને લેવા માટે ઘરેથી નીકળી હતી.

વડસર અક્ષર સોસાયટીના કોટ પાસે પિતરાઇ ભાઇ અર્જુન પુનમભાઇ મારવાડી (રહે. કાસમઆલા કબ્રસ્તાન સામે કારેલીબાગ) ઉભો હતો. અર્જુન પિતરાઇ બહેનને હાથ ખેંચીને અંધારામાં લઇ ગયો હતો અને કહ્યું હતુ ંકે મારે તારી સાથે ખરાબ કામ કરવું છે. પિતરાઇ ભાઇની અઘટિત માંગણીથી ગભરાઇ ગયેલી બહેને તેના આંખમાં રેતી નાંખી હાથ છોડાવીને ભાગી ગઇ હતી. જે અંગે તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 

(5:38 pm IST)