Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

ગુજરાતના સહુ પ્રથમ બોલતા સુરતના સાયબર ગણપતિ પ્રસાદમાં જાગૃતિ ટીપ્‍સ આપે છેઃ યુવરાજસિંહ ગોહિલ

ગુજરાતભરમાં ઘેર ઘેર ચર્ચાનો અને આતુરતાનો વિષય બનેલ ,પોલીસ યુનિફોર્મ સાથેના સાયબર ગણપતિ અંગે અકિલા સમક્ષ અથ થી ઇતિ સુધીના લોક જાગૃતિ અભ્‍યાનની વિગતો સાયબર ક્રાઇમ એસીપી યુવરાજસિંહ ગોહિલ વર્ણવે છે સામાન્‍ય લોકો જ નહિ, આઇએએસ, અને આઇપીએસ સહિત મહાનુભાવો જેનો ભોગ બને છે તેનાથી બચવા શું કરવું? શું ન કરવું? એ સલાહ ખૂદ ગણપતિ દાદા આપતા હોવાથી લોકોને શિરાં માફક ગળે ઉતરી જાય છેઃ સુરત સીપી અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળના આ અનોખા પ્રદર્શનમાં લોકોને મુંઝવતા સવાલો અંગે સાયબર એક્‍સપર્ટ ટીમ માટે હેલ્‍પ ડેસ્‍ક પણ છે

રાજકોટ,તા.૨૬:અત્‍યારે મહારાષ્‍ટ્ર માફક ગુજરાતમાં ગણપતિબાપાના દર્શન કરવા તેની વિવિધ દીવસ માટે પધરામણી બોલિવૂડની મોટી હસ્‍તીઓ, રાજકારણીઓથી માંડી સામાન્‍ય લોકોમાં ખૂબ ઉત્‍સાહપૂર્વક અને શ્રધ્‍ધાભર્યો માહોલ છે, ગણપતિ દાદાના વિવિધ રૂપે દર્શન થાય છે, આવા લોકોની શ્રધ્‍ધાના પરાકાષ્ઠા  જેવા માહોલમાં લોકોની શ્રધ્‍ધા જાગૃતિમાં ફેરવાઈ તો આવો વિચાર હર હંમેશ લોક જાગળતિ માટે સદા તત્‍પર એવા સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરને એક બેઠક દરમિયાન આવતા , પોલીસ કમિશનરનાં વિચારને જાગળત એવા એસીપી સાયબર ક્રાઇમ યુવરાજસિંહ ગોહિલ દ્વારા વધાવી લેવાયો અને પોલીસ કમિશનરશ્રી પાસે બીજા જ દિવસે પોતાની ટીમ સાથે રાત ઉજાગરા કરી એક પ્રોજેકટ તૈયાર કર્યો, અજયકુમાર તોમર પણ વહેલી સવારે આખા પ્રોજેકટ પર ખૂબ કાળજીપૂર્વક અભ્‍યાસ કરી કેટલાક સૂચનો આપ્‍યા અને આના પરિપાક રૂપે પોલીસ યુનિફોર્મ પહેરેલ ગુજરાતના પ્રથમ બોલતા ગણપતિનો આવિષ્‍કાર થયેલ તેમ સુરત સાયબર ક્રાઇમ એસીપી યુવરાજ સિંહ ગોહિલે અકિલા સાથેની વિસ્‍તળત વાતચીતમાં જણાવ્‍યું હતું.                       

હાથમાં એલીડી માઇક સ્‍પીકર પરથી વધતા જતા ફ્રોડ અંગે પોલીસ યુનિફોર્મમાં રહેલ ગણપતિજી દર્શન બાદ સાયબર ફ્રોડ અને સાયબર માફીયાઓ અંગે કેવી રીતે જાગળત રહેવું તેની સચોટ માહિતી આ પ્રદર્શનમાં આપે છે, જેનું આકર્ષણ, મહિમાં સુરત પૂરતું રહેવાના બદલે ગુજરાતભરમાં વાયરલ બન્‍યું છે, ગણપતિ દાદા શ્‍લોક મારફત પણ સાયબર જાગળતિ મંત્ર આપે છે, યુવરાજ સિંહ ગોહિલ અકિલા સાથેની વાતચીતમાં કહે છે કે શું કરવું? અને શું નહીં કરી જાગળતિ રાખવી તેની માહિતી ગણપતિ દાદા આપતા હોવાથી લોકો માટે આ વાત ગણપતિ દાદાના પ્રસાદ જેવી બની છે,                     

ભવ્‍ય પ્રદર્શન પંડાલમાં સાયબર ક્રાઇમ વિભાગના એસીપી યુવરાજસિંહ ગોહિલ ટીમ દ્વારા પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગ દર્શન હેઠળ બનાવવામાં આવેલ અને જેની પ્રસંશા ખુદ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવી છે તે પણ કાર્યરત છે.    

સાયબર માફીયાઓ દ્વારા થતા ફ્રોડના વિવિધ કીમિયો આ બોલતા ગણપતિ પ્રદર્શનમાં દર્શાવી, જાગળતિ માટે શું જરૂરી છે,? તેની અથથી ઇતિ સુધીની માહિતી આપી, સુરત સાયબર ક્રાઈમની પ્રદેશ અને દેશ લેવલે લેવાયેલ નોંધ અને એવોર્ડની વિગતો વિશ્વાસમાં છોગું ઉમેરે છે    .                                 

આ બાબત સિવાય લોકોના મનમાં કોઈ મુઝવતા પ્રશ્ન હોય , સિનિયર સિટીઝન સ્‍માર્ટ ફોન વાપરે છે પણ ઉંમરને કારણે અમુક ટેકનિકલ બાબત સમજવામાં મુશ્‍કેલી હોય છે આવી તમામ સમસ્‍યા અને સવાલોનાં જવાબ અમારી ટીમના ટેકનિકલ નિષ્‍ણાતો ખૂબ પ્રેમપૂર્વક  આપે છે.

(5:33 pm IST)