Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે જેલ કર્મીનાં આંદોલનમાં રાજપીપળા જિલ્લા જેલના કર્મીઓ પણ જોડાયા

જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આગામી દિવસોમાં આંદોલનના શ્રીગણેશમાં માસ સીએલ ઉપર ઉતરશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર ગુજરાતની જેલના કર્મચારીઓ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આંદોલનના કરી રહ્યા હોય જેમાં રાજપીપળા જિલ્લા જેલના કર્મચારીઓ પણ જોડાયા છે જેમાં આગામી દિવસોમાં આંદોલન ચાલુ થશે
રાજપીપળા જેલ કર્મચારીઓનાં જણાવ્યા મુજબ જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજના લાભ માટે આગામી દિવસોમાં આંદોલનના ભાગરૂપે માસ સીએલ ઉપર ઉતરશે તેમના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના જેલ ખાતાના કર્મચારી/અધિકારીઓને સને ૧૯૬૭ થી પોલીસ ખાતાના કર્મચારી/અધિકારીઓના પગાર સ્કેલ મુજબ કેડર ટુ કેડર એટલે કે સ્કેલ ટુ સ્કેલ સરખો પગાર કરવામાં આવતો હતો પરંતુ ૧૯૮૬ થી ચોથા પગારપંચ બાદ પોલીસ ખાતાના કર્મચારીઓ તરફથી સરકારમાં રજુઆતો થતા પોલીસ ખાતાના પોલીસ કોન્સ્ટેબલથી પોલીસ ઇન્સ્પેકટર સુધીના કેડરના પગાર ધોરણોમાં ગુજરાત સરકારના ગુહ વિભાગના ઠરાવ થી પોલીસ ખાતાના પોલીસ ઇન્સ્પેકટર તથા તેની નીચેની કક્ષાના કર્મચારી/અધિકારીઓને દિલ્હી પોલીસના પગાર ધોરણ મુજબનો સુધારો કરી આપવામાં આવ્યો હતો પરંતુ જેલ ખાતાના કર્મચારીઓના પગારમાં તે મુજબનો સુધારો કર્યો ન હતો, આમ આ વિસંગતા ચોથા પાંચમાં તથા છઠ્ઠા પગારપંચમાં પણ ચાલુ રહેલ હતો સને ૧૯૮૭ થી છઠ્ઠા પગારપંચ સુધીની પોલીસ ખાતા તથા જેલ ખાતાના કર્મચારી/અધિકારીના પગારમાં વિસંગતતા રહેલ હતી. જે સરકાર તથા જેલોની વડી કચેરીના અથાગ પ્રયત્નોથી જેલ વિભાગના પગારની વિસંગતતાનો પેચીદા પ્રશ્નનું નિરાકરણ સંદર્ભ-૧ના પરિપત્ર મુજબ સને ૨૦૧૪ માં કરેલ હતું.હાલ ગુજરાત સરકાર દ્રારા સંદર્ભ-૨ મુજબ “ફિક્સ રકમ” જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ જાહેર કરેલ છે તથા સંદર્ભ-૩ મુજબ ફિક્સ-પે ના કર્મચારીઓના રજા પગારમાં રૂ.૧૫૦/-ની જગ્યા પર રૂ.૬૬૫/-કરવામાં આવેલ છે તથા ૪ વોશીંગ એલાઉન્સમાં વધારો કરવામાં આવેલ છે જે પરિપત્રોમાં જેલ વિભાગના કર્મચારીઓનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી જેથી સને ૧૯૮૭ માં થયેલ પોલીસ વિભાગ અને જેલ વિભાગના પગારની વિસંગતતા તરફ લઇ જતો હોય સહિતના કેટલાક મુદ્દે જેલ કર્મચારીઓ એકસાથે રજા ઉપર ઉતરી બેનરો સાથે આંદોલન કરશે તેમ જાણવા મળ્યું છે પરંતુ તે સમયમાં જેલ વિભાગ તથા પોલીસ વિભાગ અલગ-અલગ વિભાગ તરીકે ગૃહ  વિભાગના અંતર્ગત આવતા વિભાગો હતા. પરંતુ હાલમાં પોલીસ ભરતી બોર્ડ દ્રારા જ આર્મ,અનાર્મ,જેલ તથા SRPF એક જ ભરતી સમાન પગાર ધોરણોથી કરવામાં આવે છે. જે મેરીટના આધારે અલગ-અલગ ખાતાની પસંદગી આપવામાં આવતી હોય છે. જેમા સમાન ધોરણે પગારની ચુકવણી કરવામાં આવતી હોય છે. તથા પ્રતિક્ષા યાદીમાં રહેલ કર્મચારીઓ એક વિભાગમાંથી બીજા વિભાગમાં નિમણુંક આપવામાં આવતી હોય છે. જેથી જેલ વિભાગ પણ પોલીસ વિભાગ તથા SRPF સાથે સંલગ્ન વિભાગ હોય

આવા સંજોગોમાં સરકાર તરફથી બહાર પાડેલ પરિપત્રો સંદર્ભ-૨,૩ અને ૪ માં જો જેલ વિભાગનો સમાવેશ કરવામાં ન આવેલ જેથી વિસંગતતા ઉભી થયેલ અને જેલ વિભાગના કર્મચારીઓને ફરી લાંબા ગાળાની વિસંગતતામાં વિતાવવો પડશે અને કર્મચારીઓમાં આર્થીક અસંતોષ ઉદભવવાની શક્યતાઓ નકારી ન શકાય.

તાજેતરમાં જ એક લોકરક્ષક પ્રતિક્ષા યાદી બહાર પાડવામાં આવેલ હતી જેમાં આશરે ૧૪૭ જેટલા જેલ સહાયક સંવર્ગના કર્મચારીઓને પોલીસ વિભાગમાં LRD તરીકે મુકવામાં આવેલ હોય. થોડા સમય પહેલા SRP વિભાગના કર્મચારીઓને પ્રતિક્ષા યાદી ખુલતા જેલ વિભાગમાં નિમણુંક આપવામાં આવેલ છે. આ ઉપરાંત જેલ વિભાગના કર્મચારીઓ અતિ ગંભીર ગુનાના બંદીવાનો સાથે સતત સંધર્ષમાં રહેતા હોય છે. તેમની નોકરી પણ અતી કઠીન હોય અને પોલીસ વિભાગમાં કર્મચારીઓની જેમ જ જેલ વિભાગના કર્મચારીઓ પણ ૨૪ કલાક ફરજમાં બંધાયેલ હોય તથા આવશ્યક સેવાઓમાં આવતા હોય અને તેમની દર ત્રણ વર્ષે જીલ્લા ફેર બદલી થતી હોય છે. આવી પરિસ્થિતિમાં જેલ કર્મચારીઓનું મનોબળ જળવાઇ રહે તથા નિરાશા ઉત્પન્ન ન થાય અને કર્મચારીઓનો ઉત્સાહ અને નૈતીકતા જળવાઇ રહે તે હેતુસર સંદર્ભ-૨,૩ અને ૪ મુજબના પરિપત્ર મુજબના ખાસ ભથ્થા,ફિકસ પગારના કર્મચારીઓનો રજા પગાર તથા વોશીંગ એલાઉન્સ જેલ વિભાગના કર્મચારીઓને મળી રહે તે માટે ગુજરાત રાજ્યના જેલ વિભાગના તમામ કર્મચારીઓ એકસાથે રજા ઉપર ઉતરી બેનરો સાથે આંદોલન કરશે.

(12:03 am IST)