Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

સાગબારા ટીચર્સ કો.ઓ.સોસાયટીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીમાં સહકાર પેનલ નો વિજય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 1996 થી કાર્યરત ધી સાગબારા ટીચર્સ કો.ઓ.સોસાયટી લિ.ની વ્યવસ્થાપક કમિટીમાં સહકાર પેનલનો વિજય,જારમાનભાઈ વસાવા નવા પ્રમુખ તરીકે ચૂંટાયા.તા
સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષકોની શરાફી મંડળી ધી સાગબારા ટીચર્સ કો.ઓપરેટીવ લિ.વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી 24 સપ્ટેમ્બર 2022 શનિવારના રોજ લોકશાહી ઢબે કરવામાં આવી જેમાં સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મંત્રી જર્મનસિંગ પ્રતાપસિંગ વસાવા પ્રમુખ તરીકે કુલ 143 માંથી 82 વોટ મેળવી 20 વોટ થી ભવ્ય જીત થઇ છે.  સાથે સાથે એમની સહકાર પેનલ ના કુલ -09 સભ્યો જંગી બહુમતી થી વિજેતા થયેલ છે. સાગબારા સહિત જિલ્લા સંઘઠન સહિત તમામ શિક્ષકોએ જર્મનભાઈ અને તેમની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

(11:53 pm IST)