Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

રાજ્યના મહેસુલ કર્મચારીઓની હડતાલ મુલતવી : અધિક મુખ્ય સચિવ સાથે મહામંડળની બેઠકમાં માંગણીઓ સ્વીકારાઈ : 10 દિવસમાં ઉકેલ લાવવા ખાત્રી

ગાંધીનગર : રાજ્ય સરકારના રેન્યુ કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે બાંયો ચડાવી છે. બઢતી, બદલી અને પ્રમોશન જેવા મુદ્દાને લઈને કર્મચારીઓ રાજ્ય સરકારથી નારાજ છે, આ અંગે તેઓએ અનેક વખત રજૂઆતો કર્યા છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી, જેના કારણે ગાંધીનગરમાં રેવન્યુ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સમગ્ર રાજ્યમાં ધરણા પ્રદર્શન કરી સરકારનો વિરોધ કરશે.દરમિયાન  29 ઓગષ્ટથી રાજ્યના તમામ રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાના હતા જે મુલતવી રાખ્યું છે રાજતાના અંદાજે 8 હજાર રેવન્યુ કર્મચારીઓ જો હડતાળ પર ઉતરશે તો વહીવટી તંત્ર ખોરવાશે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઉદ્ભવવાની ભીતિ હતી .

 

દરમિયાન રાજ્યના અધિક મુખ્ય સચિવ સાથે મહામંડળની બેઠકમાં માંગણીઓ સ્વીકારાઈ હતી અને આગામી 10 દિવસમાં ઉકેલ લાવવા ખાત્રી આપતા હડતાલ મુલતવી રાખી છે

 

 

(9:09 pm IST)