Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અમદાવાદના સફાઇ કર્મચારી હર્ષ સોલંકી પહોચ્યા દિલ્હી : કેજરીવાલના પરિવાર સાથે લીધી ભોજન

મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના પુરા પરિવારને શાલ પહેરાવીને સ્વાગત કર્યુ

અમદાવાદના સફાઇ કર્મચારી હર્ષ સોલંકી પોતાના પરિવાર સાથે દિલ્હી પહોચ્યા હતા. તે પોતાના પરિવાર સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે ગયા હતા અને મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના પુરા પરિવારને શાલ પહેરાવીને સ્વાગત કર્યુ હતુ. બીજી તરફ હર્ષ સોલંકીએ સીએમ કેજરીવાલને બાબ સાહેબની તસવીર ભેટ કરી હતી.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે સફાઇ કર્મચારી હર્ષ સોલંકીના પરિવારને પોતાના ઘરે ભોજન માટે મહેમાન નવાજી કરી હતી અને હર્ષના પરિવાર સાથે લંચ પણ કર્યુ હતુ. આ દરમિયાન સીએમ કેજરીવાલ સિવાય આપ સાંસદ રાઘવ ચઢ્ઢા અને ગુજરાત આપ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ હાજર રહ્યા હતા.

હર્ષના પરિવાર સાથે લંચ કર્યા બાદ કેજરીવાલે મીડિયા સાથે વાત કરતા કહ્યુ- અમારા પુરા પરિવારને ઘણુ સારૂ લાગ્યુ કે હર્ષ સોલંકી, તેમની માતા અને તેમની બહેન મારા આમંત્રણ પર અમારા ઘરે આવ્યા અને મારા પુરા પરિવાર સાથે લંચ કર્યુ. હું તેમના પુરા પરિવારનો આભાર માનવા માંગુ છું કે તે આટલા દૂર ગુજરાતથી અમારા ઘરે આવ્યા. કેજરીવાલે આ મુલાકાતને લઇને લખ્યુ- ગુજરાતથી આવેલા હર્ષ સોલંકીના પરિવારનો પોતાના ઘરે આવીને સત્કાર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ. અમે બન્ને પરિવારો સાથે બેસીને ભોજન કર્યુ. ઇશ્વર તેમના પુરા પરિવારને સુખ-સમૃદ્ધિ આપે.

દિલ્હી પહોચવા પર હર્ષ સોલંકીએ પોતાના પરિવાર સાથે દિલ્હીની એક સરકારી સ્કૂલ અન એક હૉસ્પિટલની મુલાકાત પણ લીધી હતી. દિલ્હી પહોચ્યા બાદ મીડિયા સાથે વાત કરતા હર્ષ સોલંકીએ કહ્યુ- હું સીએમ અરવિંદ કેજરીવાલનો આભાર માનવા માંગીશ કે તેમણે મને ઘરે ખાવા માટે આમંત્રણ આપ્યુ. આવુ ક્યારેય વિચાર્યુ નહતુ. લાગી રહ્યુ છે કે ખુલ્લી આંખથી સપના જોઇ રહ્યા છો. અમને પાક્કી આશા છે કે આમ આદમી પાર્ટી ગુજરાતના વાલ્મિકી સમાજની સમસ્યા દૂર કરશે

 

(7:20 pm IST)