Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વડોદરાના છાણી ગોરવા બ્રિજ નજીક મધ્યરાત્રીએ મિત્રને મળવા બોલાવી ચપ્પુથી હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: અફેરની વાતો ફેલાવતો હોવાની શંકા રાખી મિત્રને મળવા બોલાવી હુમલાખોરે તેના પેટમાં ચાકુ હુલાવી દીધું હતું.જે અંગે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

છાણી ગોરવા બ્રિજ નજીક ફૂલવાડીમાં રહેતેા વસીમ અબ્બાસભાઇ રાઠોડ કેર ટેકર તરીકે  કામ કરે છે.દર્દીઓના ઘરે જઇને તે માલિસ કસરત કરવાનું કામ કરે છે.સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી તેણે જણાવ્યું છે કે,નવાયાર્ડમાં રહેતા મારા મિત્ર નદીમ સલિમખાન  પઠાણને ઘણા સમયથી  એક યુવતી સાથે અફેર હતું.નદીમને લાગ્યું હતું કે,હું તેના અફેરની વાતો  ફેલાવું છું.તે બાબતે તેણે અગાઉ મારી સાથે તકરાર કરી હતી.ગત તા.૨૪ મી એ હું મારા ઘરે હતો.રાતે સાડા નવ વાગ્યે મારા મિત્ર નદીમે મને કોલ કરીને રેલવે સ્ટેશન પાછળ હોટલ પર મળવા બોલાવતા હું ત્યાં ગયો હતો.ત્યાં નદીમ, તેનો ભાઇ કેફ તથા તાલીબ પઠાણ ત્રણેય  હાજર  હતા.નદીમે મને ગાળો બોલી કહ્યું કે,તું કેમ મારા અફેરની વાતો ફેલાવે છે.મેં તેને એવો જવાબ આપ્યો કે, હું તારી કોઇ વાત ફેલાવતો નથી.તું મારા  પર ખોટો શક કરે છે.મારી વાત સાંભળીને તે વધુ ઉશ્કેરાયો હતો.તેણે મારા પેટમાં ચાકુ હુલાવી દીધું હતું.કેફે મને માર માર્યો હતો.જ્યારે તાલીબે મને માથામાં પાઇપનો ફટકો માર્યો હતો. મેં બૂમાબૂમ કરતા તેઓ ભાગી ગયા હતા.

(5:12 pm IST)