Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વડોદરાના માંજલપુર વિસ્તારમાં બેંકના એટીએમને નિશાન બનાવી તસ્કરોનો ચોરીનો પ્રયાસ ગયો નિષ્ફ્ળ

વડોદરા:શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં ગઈકાલે સાંજના સુમારે અજાણ્યા તસ્કરે એટીએમ તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે સીસીટીવી કુટેજની ચકાસણી હાથ ધરી તે દિશામાં વધુ તપાસ આરંભી છે. 

 મુંબઈ ખાતેની કંપની એટીએમ સર્વેન્સનું કામ કરે છે. કંપનીમાં ચેનલ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતા વડોદરાના રજનીશભાઈ પરમારને જાણ થઈ હતી કે, માંજલપુર ખાતે આવેલ ડ્રીમલેન્ડ કોમ્પ્લેક્સમાં આવેલબ આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમમાં અજાણ્યા વ્યક્તિએ કોસ્મેટીક ડોર ખોલી ચોરીનો પ્રયાસ કર્યો છે. જેથી સ્થળ પર જઈ તપાસ કરતા કોસ્મેટિક ડોર ખુલ્લો જણાય આવ્યો હતો. જો કે, કેશ  લોડીંગ માટેનું કોમ્બિનેશન સહી સલામત હતું. ફરિયાદના આધારે માંજલપુર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:13 pm IST)