Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ વે પર વણસોલ ગામની સીમમાં ટ્રેલરે મિકેનિકલને હડફેટે લેતા શખ્સનું ગંભીર ઇજાથી મોત

નડિયાદ : નડિયાદ અમદાવાદ એક્સપ્રેસ વે પર આવેલ સુંઢા વણસોલ ગામની સીમમાં એક ટ્રેલર ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી રોડની સાઈડમાં ઉભેલી ક્રેનનું ટાયર ચેક કરતા મિકેનિકલ ને ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા મિકેનિકલનું મૃત્યુ નીપજ્યું હતું.

ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે અજયનિશાદ નંદલાલનિશાદ રહે છે. તેઓ મુંબઈ શેડિયા ઇરેક્ટર્સ એન્ડ મટીરીયલ હેન્ડલર્સ લિમિટેડ કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. નખત્રાણા ખાતે હેલ્પર ની જરૂર હોય તે નખત્રાણા આવ્યા હતા. દરમિયાન ક્રેનને રીપેરીંગ માટે વડોદરા લઈ જવાનું કહેતા ક્રેનના ડ્રાઇવર અજયકુમાર નાવિક તથા મિકેનિકલ મોન્ટ વિશ્વકર્મા મુખરા વિશ્વકર્મા અને અજય નિશાદ વડોદરા જવા નીકળ્યા હતા. દરમિયાન અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર આવેલ સૂંઢા વણસોલ સીમમાં ક્રેન રોડની સાઈડે ઉભું રાખ્યું હતું. આ વખતે મિકેનિકલ મીન્ટુ વિશ્વકર્મા ટાયર ચેક કરતા હતા તે વખતે એક ટ્રેલરના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી મિકેનિકલ ને ટક્કર મારતા મીન્ટુ વિશ્વકર્માને શરીરે ગંભીર ઈજા પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મહેમદાવાદ પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:12 pm IST)