Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

ગાંધીનગર નજીક હિટ એન્ડ રન:કારની હડફેટે આધેડનુ કમકમાટીભર્યું મોત

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક રાયસણની પીડીપીયુ કોલેજ પાસે ચાલતા જઈ રહેલા વૃદ્ધને અડફેટે લઈ કારચાલક ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ગવાયેલા વૃદ્ધને સારવાર માટે ગાંધીનગરથી અમદાવાદ સિવિલ લઈ જવાયા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું  હતું. આ ઘટના અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરી ફરાર થઈ ગયેલા કારચાલકની શોધખોળ શરૃ કરી છે.

ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે હવે આંતરિક માર્ગો પણ સલામત રહ્યા નથી. ગાંધીનગર શહેર નજીક આવેલા રાયસણની પીડીપીયુ કોલેજ પાસે રસ્તા ઉપર ચાલતા જઈ રહેલા વૃદ્ધને અડફેટ લઈ કાર ચાલક ફરાર થઈ ગયો હતો અકસ્માતની આ ઘટના અંગે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇન્ફોસિટી પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાંથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વૃદ્ધને સારવાર માટે ગાંધીનગર થી અમદાવાદ સિવિલ લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન આ વૃદ્ધનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટના સંદર્ભે ઇન્ફીનિટી પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ શરૃ કરી છે. બીજી બાજુ વૃધ્ધની ઓળખ માટે પણ મથામણ શરૃ કરવામાં આવી છે. . નોંધવું રહેશે કે શહેરમાં છેલ્લા ઘણા સમયથી હિટ એન્ડ રનની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અકસ્માત સર્જીને ફરાર થઈ જતા આવા કારના ચાલકો પોલીસ પકડમાં આવતા નથી.

(5:11 pm IST)