Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

આંતરરાષ્‍ટ્રીય સહકારી કાર્યક્રમમાં ભાગ લેવા દિલીપ સંઘાણી પેરિસમાં

રાજકોટ : ફ્રાંસના પેરિસ ખાતે ઇન્‍ટરનેશનલ કો.ઓ. સોસાયટીની ગ્‍લોબલ સમિટ યોજાયેલ છે. જેમાં ભાગ લેવા રાજયના જાણીતા સહકારી અગ્રણી અને ઇફકોના ચેરમેન શ્રી દિલીપ સંઘાણી ગઇકાલે ત્‍યાં પહોંચ્‍યા છે. ત્‍યાં તેમનું સ્‍વાગત થયું હતું. તેઓ જી.આઇ.સી.એસ.ના સ્‍થાપક જીન લૂઇસ બંસેલ અને બેટ્રાન્‍ડ સ્‍કેફેટને મળ્‍યા હતા. તેઓ સમિટમાં ગુજરાત અને ભારતની સહકારી ક્ષેત્રની વિશેષતાઓ વર્ણવનાર છે.

(4:51 pm IST)