Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

આજે વિજ્ઞાનનો યુગ છે. જ્યાં વિજ્ઞાનનો અંત આવે ત્યાંથી શ્રદ્ધા શરુ થાય છે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

એસજીવીપી ગુરુકુલના વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ-મનીમાંથી રકમ એકઠી કરી ગૌપૂજન, બ્રહ્મભોજન બ્રહ્મ પૂજન અને ગુરુપૂજન કરી શ્રાદ્ધ-શ્રદ્ધા પર્વ ઉજવ્ચું

અમદાવાદ તા.૨૫ શ્રી સ્વમિનારાયણ ગુરુકુલોમાં પરંપરાગત રીતે ભગવાન શ્રી સ્વામિનારાયણનું શ્રાદ્ધ પર્વ ઉજવાય છે. પણ અહી એસજીવીપી ગુરુકુલમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની  પ્રેરણાથી શ્રાદ્ધ પર્વને શ્રદ્ધા પર્વ તરીકે ઉજવે છે. જેમા એસજીવીપી ઇન્ટરનેશનલ હોસ્ટેલના અને દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ પોતાના પોકેટ-મનીમાંથી રકમ એકઠી કરી ગુરુકુલ શાળાના તમામ શિક્ષકો-ગુરુજનોને પ્રસાદ માટે આમંત્રણ આપી, ગૌપૂજન, બ્રહ્મભોજન અને બ્રહ્મપૂજન અને ગુરુપૂજન કરી શ્રાદ્ધ -શ્રદ્ધા પર્વ ઉજવ્ચું હતું.

આ પ્રસંગે વિદેશ સત્સંગ પ્રવાસે ગયેલ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ ટેલિફોન દ્વારા શ્રાદ્ધ પર્વનો મહિમા સમજાવતા જણાવ્યું હતુ કે એસજીવીપી હોસ્ટેલ અને દર્શનમ્ ના તમામ વિદ્યાર્થીઓએ પોતાના પોકેટ-મનીમાંથી રકમ શ્રદ્ધા પર્વમાં સમર્પિત કરી તમામ વિદ્યાર્થીઓને આશીર્વાદ સાથે અભિનંદન છે. ખરેખર ભગવાન તો અજ્ન્મા છે ભગવાનનું પૃથ્વી ઉપર અવતરવું અને અંતર્ધાન થવુ એ તો લીલા છે. ભગવાનને કોઇ શ્રાદ્ધની જરુર નથી

આજે વિજ્ઞાનનો યુગ છે. જ્યાં વિજ્ઞાનનો અંત આવે ત્યાંથી શ્રદ્ધા શરુ થાય છે. મનના તમામ તર્કો શમી જાય ત્યાંથી શ્રદ્ધા શરુ થાય છે. આપણે ભગવાનમા શ્રદ્ધા રાખીએ તો આપણુ જીવન ધન્ય બની જાય છે. જુઓને આ પૃથ્વી ફરે છે, સૂર્ય ચંદ્ર પણ નિયમિત ઉગે છે ને આથમે છે, તો તેનું સંચાલન કરનાર કોઇ મહાન હોવો જોઇએ.

આ પ્રસંગ એસજીવીપી સ્કુલના ડાઇરેકટર જયદેવભાઈ સોનાગ્રા સાહેબે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ.

આ  પ્રસંગે શ્રાદ્ધ પર્વમાં સેવા કરનાર તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. શ્રદ્ધા પર્વની વ્યવસ્થા કુંજવિહારીદાસજી સ્વામી અને યજ્ઞવલ્લભદાસજી સ્વામીએ સંભાળેલ.                                            ----------કનુભગત

(12:12 pm IST)