Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કાલથી રાજકોટ સહિત રાજયભરના ૩પ૦૦ મહેસુલી કર્મચારીઓની બેમુદતી હડતાલઃ પગાર-સિનિયોરીટી સહિતના મુદ્

રાજકોટ કલેકટરના ર૯ર કર્મચારીઓ કારકૂન-નાયબ મામલતદાર-પટ્ટાવાળા જોડાશેઃ સુત્રોચ્ચાર-દેખાવો : સરકારે આજે મંત્રણા માટે બોલાવ્યાઃ નિવેડો નહી આવે તો ચૂંટણી સહિતની તમામ કામગીરી ઠપ્પ થશે

રાજકોટ તા. ર૬ : રાજયભરમાં સરકારી કર્મચારીઓ એક પછી એક સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ત્યારે હવે મહેસુલ કર્મીઓએ પણ પોતાની પડતર માંગોને લઇને કાલથી હડતાલનું રણશીંગું ફુકયુ છે. યુનિયન દ્વારા થોડા દિવસો પહેલા જ મહેસુલ મંત્રી અને કલેકટરને આ અંગે અલ્ટીમેટમ આપ્યું હતું.
રાજયના ૩પ૦૦ મહેસુલી કર્મચારીઓ સાથે કિરીટસિંહ ઝાલાની આગેવાનીમાં રાજકોટના ર૯ર કર્મીઓ પણ જોડાનાર છે. મહેસુલ કર્મીઓની સાતમુ પગાર પંચ, રાજયમાં જીલ્લાફેર બદલી, ખાલી જગ્યાઓ પુરવા તથા કામનું બર્ડન સહિતના ૧૩ જેટલા મુદ્ઓ અંગે બેમુદતી હડતાલ આવતીકાલથી પાડવાની જાહેરાત કરી છે.
મહેસુલી કર્મચારીઓની હડતાલ પડે તો કલેકટર કચેરીએ આવતા અરજદારોના અનેક કામો અટકી જશે. જેમાં ૭-૧ર નો દાખલો. ચૂંટણી કાર્ડ, ઇ-ધરા સહિતની સેવાઓને મોટી અસર પડવાની સાથે અરજદારોને ધકકો પણ થશે.
રાજય સરકાર દ્વારા મહેસુલ કર્મીઓની માંગને ધ્યાનમાં લઇ આજે યુનિયનના આગેવાનોને બોલાવવામાં આવે તેવી શકયતા છે. વર્ષોંેતે યોજાનારી ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી સરકાર મહેસુલી કર્મીઓ સાથે વાટાઘાટો કરી નિવેડો લાવે તેવી પુરી શકયતાઓ છે.

 

 

(12:10 pm IST)