Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

અમદાવાદ અમરાઈવાડીમાં નંબર પ્લેટ વગરની આઇશર અટકાવતા ચાલકે પોલીસને કચડી નાખવા ધમકી આપી

નો એન્ટ્રીમાં આવવા બદલ કહેતા જ આઇશર ચાલક ઉશ્કેરાઈ ગયો અને કોન્સ્ટેબલની વર્દી નો કોલર પકડ્યો

અમદાવાદ : તાજેતરમાં આરોપી પકડવા માટે ગયેલ સાયબર ક્રાઇમની ટીમ  પર વિસનગરમાં અને રામોલમાં પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. એવામાં અમદાવાદ શહેરના  અમરાઈવાડી વિસ્તારમાં નંબર પ્લેટ વગર આઇશર ચલવતા ચાલકને રોકતા પોલીસને કચડી નાખવાની ધમકી મળી છે.

અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શૈલેષભાઈ નામના પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અમરાઈવાડી થી સ્વસ્તિક ચાર રસ્તા તરફથી એક આઇશર ચાલક આવી રહ્યો હતો. જો કે આ આઇશર ગાડીની પાછળ નંબર પ્લેટના હોવાથી તેનો પીછો કરીને તેને અટકાવ્યો હતો.
અને ચાલક પાસે ગાડીમાં કાગળો તેમજ લાયસન્સ માંગ્યું હતું. પરંતુ ચાલક એ માલિક આવે એટલે કાગળો બતાવવા માટે કહ્યું હતું. જ્યારે નો એન્ટ્રી માં આવવા બદલ કહેતા જ આઇશર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. અને કોન્સ્ટેબલ ની વર્દી નો કોલર પકડ્યો હતો.
જો કે હાજર સ્ટાફ એ તેણે છોડાવી ગાડી માં બેસવા માટે કહેતા આઇશર ચાલક એ પોલીસ ને ધમકી આપી હતી કે હવે પછી મને મળીશ તો તને ગાડી ના પૈડાં નીચે કચડી નાંખીશ.
આ બાબતની જાણ અન્ય પોલીસને કરતા વધુ પોલીસ કાફલો ઘટના સ્થળે આવ્યો હતો. અને આઇશર ચાલકને પકડીને તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ મહેશ ભરવાડ હોવાનુ જણાવ્યુ હતું. પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

(10:36 pm IST)