Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

વાઘેથા ગામના યુવાનને મોબાઈલ બુકીંગ કરવના બહાને રૂપિયા 35,500 ની છેતરપીંડી કરનાર સામે ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વાઘેથા ગામના યુવાનને મોબાઈલ બુકીંગ કરવાના બહાને રૂપિયા પડાવી છેતરપિંડી કરનાર શખ્સ વિરુદ્ધ આમલેથા પોલીસ મથકે ફરીયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાઘેથા ગામના અક્ષયભાઈ રવિન્દ્રભાઈ વસાવાએ આપેલી ફરીયાદ અનુસાર કોઈ અજાણ્યા મોબાઈલ ધારકો અને બેંક ધારક વ્યક્તિઓએ અક્ષય ભાઈ સાથે ઠગાઈ કરવાના હેતુથી મોબાઈલ વેચવાની જાહેરાત બનાવી ખોટો ઈલેક્ટ્રોનિક દસ્તાવેજ નો રેકર્ડ બનાવી “ MUMBAI CUSTOM SHOP SELLER ” નામના ટેલિગ્રામ ગૃપમાં અપલોડ કરી અક્ષયને ઓન લાઈન મોબાઈલ બુક કરી વેચાણ કરીએ છીએ તેવી ફોનમાં ઑળખાણ આપી વિશ્વાસઘાત ઠગાઈ કરી તેમના મો.નં.ના પેયટીએમ એકાઉન્ટના યુનિયન બેંકના એકાઉન્ટમાંથી રૂ।.૧૯૫૦૦ તથા રૂ।.૫૦૦૦ ગુગલ પે થી તથા રૂ।.૬૦૦૦ ગુગલ પે થી તથા રૂ।.૫૦૦૦ આઈસીઆઈસી બેંક એકાઉન્ટ માં ટ્રાન્સફર કરાવી કુલ રૂ।. ૩૫,૫૦૦ ની ઓનલાઈન ઠગાઈ કરી વિશ્વાસઘાત કરી ગુનો કરતા આમલેથા પોલીસે

 

(11:11 am IST)