Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

રાજપીપળા ગાર્ડન સામે ઇકોના ચાલકે 6 વર્ષની બાળકીને અડફટમાં લઇ ઇજા કરી નાસી જતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ગાર્ડન સામે ઇકો ગાડીના ચાલકે એક બાળકીને ટક્કર મારી ઇજાઓ કરી ગાડી લઈ નાસી જતા રાજપીપળા પોલીસે તપાસ હાથ ધરી છે.
  મળતી માહિતી અનુસાર લક્ષ્મણભાઇ જગુભાઇ વાદી (રહે.ગાર્ડન સામે રાજપીપળા)  ની ફરીયાદ મુજબ તા.24 સપ્ટેમ્બર એ બપોરે ત્રણ વાગે તેમના ફોઇની  દિકરી મિત્તલબેન ઉ.વ.૦૬ રોડ ઉપરથી આવતી હતી તે વખતે ઇકો ગાડી નં. GJ-06-HD-7086 ના ચાલકે પોતાની ઇક્કો ગાડી પુરઝડપે હંકારી લાવી એક્સીડન્ટ કરી   મિત્તલને ડાબા પગે જાંગના ભાગે ફેકચર કરી શરીરે ઓછી-વત્તી ઇજાઓ કરી એક્સીડન્ટ કરી પોતાની ગાડી લઇ નાસી જતા રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

 

(11:09 am IST)