Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

અમદાવાદના નવરંગપુરાનું ચાય સુટ્ટા બાર : કોવીડ ગાઈડલાઇનના ભંગ બદલ કાર્યવાહી

રાત્રે મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ચાય સુટ્ટા બાર પર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધર્યું હતું. કોવિડ 19ની ગાઇડલાઇનનો ભંગ થતો હોવાનું જણાતાં ચાય સુટ્ટા બારને સીલ કરાયું હતું. આ અગાઉ એસ.જી. હાઇવે પરના છ એકમોને સીલ કરાયાં હતા. ઘણીવાર જાહેરાત કરવા છતાં નિયમોનું પાલન કરવામાં સંચાલકો નિષ્ફળ જતાં હોવાનું ધ્યાન પર આવ્યું છે.

 અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન તરફથી અપાયેલી નોટીસમાં જણાવ્યું છે કે, હાલમાં કોવિડ 19 મહામારી ફેલાતી રોકવા અંગે સરકાર તરફથી વારંવાર ગાઇડલાઇન્સ તેમ જ નિયમો જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ આપના ધંધાના સ્થળે કોવીડના નિયમોનું ઉલ્લંઘન માલૂમ પડયું છે. આથી આપનું આ યુનિટ સીલ કરવામાં આવે છે. આપના ધંધાના સ્થળે લગાવેલ સીલને સક્ષમ સત્તાની મંજુરી વગર ખોલવુ કે ખોલાવવું કે પછી છેડછાડ કરવી તે કાનૂની ગુનો બને છે. જો તેમ કરવામાં આવશે તો કસુરવાર સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

(10:34 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ :એક્ટીવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 88,691 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,90,513 થઇ : 9,56,491 એક્ટીવ કેસ : વધુ 92,312 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 49,38,641 રિકવર થયા : વધુ 1123 લોકોના મોત સાથે મૃત્યુઆંક 94,533 થયો access_time 1:03 am IST

  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST