Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

વલસાડમાં હોમ ક્વોરોન્ટાઈન વૃદ્ધે આત્મહત્યા કરતા ચકચાર

આત્મહત્યા પહેલા વૃદ્ધે સુસાઈડ નોટ લખી : વૃદ્ધના રિપોર્ટમાં ૫% કોરોનાના લક્ષણો જણાયા હોવાથી તબીબોએ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા સલાહ આપી હતી

વલસાડ,તા.૨૬ : વલસાડ જિલ્લાના પારડીમાં એક વૃદ્ધે લાંબી બીમારીને કારણે કંટાળીને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. મૃતક વૃદ્ધનો  કોરોના રિપોર્ટમાં % કોરોનાના લક્ષણ પણ જણાયા હતા. તો ઘટના સ્થળથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેઓએ બીમારીથી કંટાળી આપઘાત કરી રહ્યા હોવાનું લખ્યું છે. બનાવની વિગત એવી છે કે  વલસાડ જિલ્લાના પારડીની ભિલાડવાલા  બેંકની પાછળ આવેલી મોદી સ્ટ્રીટમાં  રહેતાં ૬૦ વર્ષીય રજનીકાંતભાઈ પરમાર છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. જોકે તેઓ ગઇ કાલે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ મૃતક રજનીકાંતભાઈ પરમારે પારડીની એક ખાનગી હોસ્પિટલ અને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં તપાસ કરાવી હતી.તપાસ દરમિયાન રિપોર્ટમાં % કોરોનાના લક્ષણો જણાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આથી તબીબોએ તેમને હોમ ક્વોરન્ટાઇનમાં  રહેવા સલાહ આપી હતી. આથી તેઓ ઘરમાં રહેતા હતા. જોકે તેઓ લાંબા સમયથી બીપી અને અન્ય બીમારીથી પીડાઇ રહ્યા હતા અને  અવારનવાર તબિયત બગડવાના કારણે છેલ્લા કેટલાક સમયથી બીમાર પણ રહેતા હતા. જોકે આખરે તો  રિપોર્ટમાં કોરોનાના પાંચ ટકા લક્ષણ  હોવાનું જાણવા મળતાં તેઓ ઘરે રહેતા હતાએવા સમયે તેઓએ તેમના ઘરમાં પંખા વડે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લેતાં ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ કરી હતી સ્થળ પરથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં મૃતક રજનીકાંતભાઈ પરમાર પોતે લાંબી બીમારીથી પીડાતા હોવાને કારણે કંટાળીને આપઘાત કર્યો હોવાનું  લખ્યું છે.

સાથે જેૈષ્ઠૈઙ્ઘી  નોટ માં મૃતક રજનીકાંત પરમારે પણ લખ્યાયું છે કે તેમની પત્ની અને પુત્ર તેમને સારું રાખતા હતા આથી પત્ની અને પુત્રને કઈ  કરવા કરી વિનંતી. આથી પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી અને ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. જોકે સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ લાંબી બીમારીને પીડાતા રજનીકાંતભાઈ પરમાર કોરોના ડરને કારણે આપઘાત કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે આથી પોલીસે સમગ્ર પ્રકરણ બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

(7:19 pm IST)
  • " સપનોકા સૌદાગર " : કોંગ્રેસ આગેવાન દિગ્વિજય સિંહે શ્રી નરેન્દ્ર મોદીને આપી ઉપમા : લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા બધું અગાઉથી નક્કી જ હોય છે : કોરોનાનો કહેર વધ્યો તો સુશાંત સુશાંત : ચીને જવાનોને માર્યા તો રિયા રિયા : જીડીપી 23 ટકા તો કંગના કંગના : કિસાનો સડક ઉપર તો દીપિકા દીપિકા : એટલે જ તો " સપનોકા સૌદાગર " access_time 12:20 pm IST

  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST