Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

આણંદ શહેર પોલીસે રાત્રીના સુમારે હાડગુડમાં દરોડા પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને ઝડપી ગુનો દાખલ કર્યો

આણંદ: શહેર પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે હાડગુડ ગામે દરોડો પાડીને આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહેલા બે શખ્સોને ઝડપી પાડીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી શહેર પોલીસને હકીકત મળી હતી કે, હાડગુડ ગામે દરગાહની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં બેસીને બે શખ્સો આઈપીએલ ક્રિકેટ મેચની પંજાબ અને બેંગ્લોર વચ્ચે ચાલી રહેલી મેચ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડતાં વિક્રમસિંહ જેસિંગભાઈ પરમાર અને નિશાંતભાઈ પિયુષભાઈ પરમાર (રે. આણંદ)ના ઝડપાઈ જવા પામ્યા હતા. બન્ને શખ્સો પોતાના મોબાઈલમાં એસકેવાય ૪૪૪ નામની એપ્લીકેશનમાં મેચનો સ્કોર જોઈને હારજીતનો સટ્ટો લગાવતા હતા. પોલીસે બે મોબાઈલ ફોન તેમજ અંગજડતીમાંથી મળી આવેલા રોકડા ૨૪૦ સાથે કુલ ૨૫૨૪૦નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(5:41 pm IST)
  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી : મુખ્તારને જેલમાંથી મુક્ત કરો નહીં તો 24 કલાકમાં ખતમ કરી નાખશું : ધમકીમાં અભદ્ર ભાષાનો ઉપયોગ : પોલીસ ચક્રો ગતિમાન : આરોપી હાથવેંતમાં હોવાનો દાવો access_time 12:44 pm IST

  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST

  • રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે એસપી બાલાસુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો: રામોજી રાવે કહ્યું, 'હું નિરાશ છું કે બાલાસુબ્રમણ્યમ હવે નથી. તે મારા નિકટના મિત્ર હતા. એક પ્રખ્યાત ગાયક જ નહીં, તે મારા ભાઈ જેવા હતા. તે મને પ્રેમથી ગળે લગાવતા હતા access_time 1:05 pm IST