Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સોજીત્રાના લીમડી ચોકમાં અગાઉના ઝઘડાની અદાવતમાં બે પરિવારો બાખડ્યા: સામસામે હુમલો થતા પોલીસ ફરિયાદ

સોજીત્રા :શહેરના લીમડી ચોકમાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં બે પરિવારો વચ્ચે ઝઘડો થતાં પાંચને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે સોજીત્રા પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર ફરિયાદી સિકંદરભાઈ અબ્દુલસત્તારભાઈ ખલીફાના પત્ની સાહીનબેન મેમણને ત્યાં ઘરકામ કરવા માટે જતા હોય નસીમબેન ઈદ્રીશભાઈ ઉર્ફે મુન્નો સિકંદરભાઈ વ્હોરા તેમજ લતીફભાઈ ઈબ્રાહીમભાઈ ખલીફાએ એકાદ વર્ષ પહેલા થયેલા ઝઘડા બાબતે બોલાચાલી કરી હતી. જેથી સાહીનબેને પોતાના પતિને વાત કરતાં બન્ને જણાં ઈદ્રીશભાઈ ઉર્ફે મુન્નો અબ્દુલભાઈ વ્હોરાને ઠપકો કરવા જતાં તે એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ગમે તેવી ગાળો બોલીને હાથમાની લોખંડની પાઈપ સિકંદરભાઈને ડાબી આંખ ઉપર મારીને ઈજાઓ પહોંચાડી હતી. સાહિનબેન છોડાવવા વચ્ચે પડતાં તેણીને નસીમબેન, અબ્દુલભાઈ તેમજ લતીફભાઈ દ્વારા ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:41 pm IST)