Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સુરતના સચિન-પલસાણા રોડ નજીક ટ્રક સાથે બાઈક અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં વૃદ્ધનુ ઘટના સ્થળેજ મૃત્યુ

સુરત: શહેરના સચિન-પલસાણા રોડ પર ટી પોઇન્ટ પાસે ગઈકાલે સાંજે ટ્રક સાથે મોટરસાયકલ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર ઈજા પામેલા વૃદ્ધનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.

પોલીસ સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ મૂળ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામના વતની અને હાલમાં અલથાણ ભટાર રોડ પર સુયોગ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વિનુ ભાઈ બાલુ ભાઈ ચૌધરી શુક્રવારે સાંજે વ્યારાથી મોટર સાઇકલ પર ઘરે આવવા નીકળ્યા હતા.

તે સમયે સચિન-પલસાણા રોડ પર ટી પોઇન્ટ પાસે હાઈવે બ્રિજ પર જાહેર રોડ ઉપર ટ્રક બીજાના ભાગે દેખાય એવી રીતે ઊભી રાખી હતી અને પાછળના ભાગે સલામતીના નિયમો મુજબ ટ્રક ઉભી નહિ રાખી હતી. આવા સંજોગોને લીધે મોટરસાયકલ ટ્રકની પાછળ ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમને ગંભીર ઈજા થતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું.

(5:34 pm IST)