Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

વડોદરાના વાઘોડિયા રોડ પર વિદેશી દારૂ લઈને જતા યુવકને માંજલપુર પોલીસે ઝડપી પાડયો

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર ચાલતા દારૃના અડ્ડા પરથી વિદેશી દારૃ લઇને જતા યુવકને માંજલપુર પોલીસે ઝડપી પાડયો છે અને પાણીગેટ પોલીસ સ્ટેશનની હદમાં દારૃનો ધંધો કરતા આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે. 

માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે રાત્રે એ વિસ્તારમાં પેટ્રોલીંગ માટે નીકળ્યો હતો. રાત્રે  નવ વાગ્યે માંજલપુર ગામ સ્મશાન પાસેથી મહેશ  નંદલાલ કનોજીયા (રહે. તુળજાનગર-૧ અલવાનાકા માંજલપુર) શકમંદ હાલતમાં મળી આવ્યો હતો. જેની  અંગજડતી દરમિયાન દારૃની બોટલ મળી આવી હતી. જે દારૃ તે વાઘોડિયા રોડ ડીમાર્ટ પાસે દારૃનો ધંધો કરતા ધર્મેશ ઉર્ફે ધમો માળી પાસેથી લાવ્યો હોવાનું તબૂલ્યું હતું. જેથી માંજલપુર પોલીસે મહેશ કનોજીયાની ધરપકડ કરી ધર્મેશ માળીની શોધખોળ હાથ ધરી છે. 

(5:32 pm IST)