Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં પાર્ક કરેલ કારનું લોક તોડી ચોરીનો પ્રયાસ કરનાર શખ્સને કાર માલિકે રંગે હાથે ઝડપી પાડયો

વડોદરા: શહેરના દાંડિયાબજાર ફાયર બ્રિગેડ પાસે પાર્ક કરેલી કારનું લોક તોડી ચોરીનો પ્રયાસ કરનાર શખ્સને કાર માલિકે રંગેહાથ ઝડપી પાડી રાવપુરા પોલીસ મથકના હવાલે કર્યો હતો. રંગે હાથ ઝડપાઇ જતાં આરોપીએ પોલીસથી બચવા  કારચાલકના માથામાં કાતર ફટકારી જીવલેણ હમલો કર્યો હતો.

વડોદરાના સાવલી નજીક આવેલ ઈન્દ્રાડ ગામે રહેતા વિરેન્દ્ર સિંહ ચૌહાણ દરજી કામ કરે છે દરમિયાન ગઇકાલે તેઓ પોતાના મિત્રો સાથે કાર લઈને વડોદરા ખાતે નાની મોટી ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે આવ્યા હતા. 

આ દરમિયાન તેઓએ સુરસાગર તળાવ પાસે ફાયર બ્રિગેડની પાછળ પોતાની કાર પાર્ક કરી હતી અને ખરીદી કરવા માટે મારી માતા ના ખાંચામાં ગયા હતા, જ્યાંથી પરત આવતા એક અજાણ્યો ઈસમ કારનું લોક તોડીને કારમાં બેઠેલો હતો. આ દૃશ્ય જોતાં તેઓ ચોંકી ઊઠયા હતા. સમગ્ર મામલો રાવપુરા પોલીસ મથકે પહોંચતા પોલીસની પૂછતાછમાં કાર નું લોક તોડી ફરિયાદીના પાકીટ ની ચોરી કરતા રંગેહાથ ઝડપાયેલા શખ્સની પૂછતાછ દરમિયાન તેણે પોતાનું નામ શાકિબ સલીમમિયા શેખ ( રહેવાસી - કાગદીવાડ ,મચ્છીપીઠ, વડોદરા) હોવાનું જણાવ્યું હતું. રાવપુરા પોલીસે ફરિયાદના આધારે ચોરીના પ્રયાસ દરમિયાન જીવલેણ હુમલો કરવાના બનાવમાં આરોપી સાકીબ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:31 pm IST)