Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સુરતમાં ઘરેથી ભાગીને આવેલા ડાંગના યુવકને ટ્રાફિક બ્રિગેડના જવાન લક્ષ્મણ નેપાળીએ પૈસા આપી પરત ઘરે મોકલી માનવતા મહેકાવી

સુરત : શહેરમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતાં કેટલાંક જવાનો પોતાની ફરજ દરમિયાન બેદરકાર હોય છે અને તેને કારણે તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે. જો કે કેટલાંક એવાં પણ કર્મચારી છે, જે ખરા અર્થમાં પોતાની જવાબદારી સાથે માનવતાભર્યું કામ પણ કરતા હોય છે. આવું ઉમદા કામ લક્ષ્મણ નેપાળી નામના એક ટ્રાફિક બ્રિગેડે કર્યું છે.

સુરતથી 150 કિલોમીટરથી વધુ અંતરે આવેલા ડાંગ જિલ્લામાં રહેતો 19 વર્ષનો યુવાન સુરજ જ્યેન્દ્ર ભોયે પોતાના ઘરેથી કોઈને પણ કહ્યાં વગર સુરત આવી ગયો હતો. ગરીબ પરિવારના યુવકની ઈચ્છા મોબાઈલ લેવાની હતી. જો કે તેની પાસે મોબાઈલ લેવા રૂપિયા હતાં. યુવકના પરિવારની સ્થિતિ પણ એટલી સારી હતી કે તેને મોબાઈલ અપાવી શકે.

પરિવાર દ્વારા મોબાઈલ અપાવવાની ના પાડવામાં આવતાં યુવકને માઠું લાગ્યું હતું અને તે ઘરે કોઈને પણ કહ્યાં વગર બસમાં બેસીને સુરત આવી ગયો હતો. તેને એવું હતું કે તે સુરતમાં નોકરી કરીને રૂપિયા કમાઈ મોબાઈલ ખરીદશે. જો કે સુરત જેવાં અજાણ્યાં શહેરમાં રૂપિયા વગર રહેવું મુશ્કેલ હોય છે. યુવકને ભૂખ પણ લાગી હતી, પરંતુ રૂપિયા હોવાથી જમવાનું મળી શક્યું હોતું. આથી તે શહેરમાં ચાલતો ચાલતો રખડી રહ્યો હતો.

દરમિયાનમાં તે મજુરાગેટ ખાતેના ચાર રસ્તા પાસે આવ્યો હતો. જ્યાં ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાન લક્ષ્મણ નેપાળી પાસે જઈ તેને જમવાનું માગ્યું હતું. યુવકને જોઈ TRB લક્ષ્મણ નેપાળીને શંકા જતાં તેને યુવકને પૂછ્યું કે, તું ક્યાંથી આવ્યો છે, શું કામ કરે છે? યુવકે લક્ષ્મણને ઘરેથી નાસી જવાની વાત કહી હતી.

અજાણ્યાં શહેરમાં યુવક અટવાઈ જશે અને કોઈ ખોટા વ્યક્તિના હાથે લાગશે તો શું થશે તે ચિંતાએ લક્ષ્મણે સુરતના મહિલા અને બાળ મિત્રના કોર્ડીનેટર પિયુષ શાહને ફોન કરીને સમગ્ર માહિતી આપી હતી. મામલાની ગંભીરતા જોતા પિયુષ શાહે સૂરજ પાસેથી તેના પરિવારનો નંબર મેળવી જાણ કરવા તથા સુરજને સમજાવી પોતાના ઘરે પરત મોકલી આપવાની સલાહ આપી હતી. જેથી લક્ષ્મણે સૂરજની માતાનો નંબર મેળવી તેમની સાથે વાત કરી હતી. સૂરજ અચાનક ઘરેથી કહ્યાં વગર નીકળી ગયો હોવાથી પરિવારજનો તેને શોધી રહ્યાં હતાં ત્યારે લક્ષ્મણે સમગ્ર વાત કરતાં સૂરજની માતાએ પરત મોકલવા વિનંતી કરી હતી.

સૂરજ પાસે એક પણ રૂપિયો હતો. જેથી લક્ષ્મણ નેપાળીએ સૂરજને ઘરે મોકલવા પોતાના મિત્રને 200 રૂપિયા આપ્યાં હતાં. સૂરજને જમાડી, બાકીના રૂપિયાથી ગામ જવા માટે બસની ટિકિટની વ્યવસ્થા કરવા કહ્યું હતું. આમ પોતાના ઘરેથી ભાગી આવેલા સૂરજની મદદ કરી ટીઆરબી જવાન લક્ષ્મણે ખરેખર ઉમદા કામ કર્યું છે. મહત્વનું છે કે ટીઆરબી જવાનને એક દિવસનું માત્ર 300 રૂપિયાનું મહેનતાણું મળે છે. તેવામાં લક્ષ્મણે 200 રૂપિયા આપી માનવતાનો ધર્મ નિભાવ્યો હતો.

(5:15 pm IST)