Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

એક્‍ટીવ ફાર્માસ્‍યુટીકલ ઇનગ્રેડિયન્‍ટ માટે ભારત હવે ટૂંક સમયમાં જ સ્‍વનિર્ભર થઇ જશેઃ ચીન ઉપર આધાર નહીં રાખવો પડેઃ એફડીસીએના કમિશનર ડો. હેમંત કોશિયાનો આશાવાદ

અમદાવાદ : ઈન્ટરનેશનલ ફાર્માસ્યૂટિકલ ફેડરેશન દ્વારા વર્ષ-2020 નાં વર્લ્ડ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી માટે ટ્રાન્સફોર્મિંગ ગ્લોબલ હેલ્થ થીમ જાહેર કરવામાં આવી છે. જેને અનુલક્ષીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના કમિશનર ડૉ. હેંમત કોશિયાએ જણાવ્યું હતું કે, “દેશમાં 40% દવાના ઉત્પાદન અને જેનેરીક દવાની નિકાસમાં ગુજરાત અગ્ર સ્થાને છે. ક્વોલિટી ડ્રગ્સ ઉત્પાદનમાં ગુજરાતનો સવિશેષ ફાળો છે. આગામી દિવસોમાં એક્ટીવ ફાર્માસ્યૂટિકલ ઈનગ્રેડિયન્ટ માટે ભારતે ચીન પર આધાર રાખવો નહીં પડે. જેનાથી ફાર્માસ્યૂટિકલ ક્ષેત્રમાં ગુજરાત ખરા અર્થમાં આત્મનિર્ભર થશે.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, “ફાર્માસિસ્ટ ડૉક્ટર અને દર્દી વચ્ચેનું સંકલન સાધતી એક મજબૂત કડી છે. પેન્ડામીક સમયમાં પણ પહેલાં દિવસથી ફાર્માસિસ્ટ દ્વારા વોરિયર્સની ભૂમિકા ભજવાઈ છે. પરંતુ તેને યોગ્ય સન્માન નથી મળ્યું. સ્વાસ્થ સંબધિત કોઈ પણ પ્રશ્ન માટે દર્દી સૌ પ્રથમ ફાર્માસિસ્ટનો સંપર્ક કરતાં હોય છે અને તેમના તરફથી યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવે છે.

વિષય તજજ્ઞ અને ઈન્ડિયન ફાર્માસ્યૂટિકલ એસોસિયેશનના વાઈસ પ્રેસિડેન્ટ ડૉ. મંજરી ઘરાતે જણાવ્યું હતું કે, “ભારત વિશ્વમાં દવા ઉત્પાદનમાં ત્રીજા સ્થાને છે, જે ગૌરવની વાત છે. આગામી દિવસોમાં વિપુલ પ્રમાણમાં ડ્રગ્સનું ઉત્પાદન કરીને વિશ્વકક્ષાએ પણ ભારતનું નામ રોશન થાય. જેથી કરીને અન્ય વિકસિત દેશમાં ફાર્માસિસ્ટને જે સન્માન મળે છે તે આગામી દિવસમાં ભારતમાં પણ મળે.

વધુમાં એમ કહ્યું કે, ફાર્મસી ક્ષેત્રમાં વિકાસ થાય તે માટે વર્તમાન પ્રવાહ મુજબ ફાર્મસીના અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરવા પડશે. કોવિડ-19ની વેક્સિનની મંજૂરી અને તેના ઉત્પાદનમાં કેવી રીતે વિવિધ કંપની દ્વારા ફંડ મેળવી શકાય. બાબતે સિનિયર આઈપીઆર એક્સપર્ટ પદ્દમીન બૂચે ચર્ચા કરી હતી.

(5:14 pm IST)