Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

કોરોનાના કપરા સમયે સેવાકાર્ય બદલ ભાજપના કમલેશ પટેલને રેવાના મોતી એવોર્ડ એનાયત કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર વિસ્તારમા કોરોના વાયરસના કારણે  શહેર ના કેટલાક પરિવારોને લોકડાઉનના કારણે ધણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેવા સમયે આ જરૂરીયાતમંદ પરીવારને મદદરૂપ થઈ તેમને કપરા સમય દરમિયાન આવી પડેલ કુદરતી આપત્તિમા આશાનુ કીરણ બની તેમની પ્રાથમીક જરીયાત પુરી કરી માનવતાની મહેક ફેલાવનાર કમલેશભાઈ પટેલ માજી શહેર મહામંત્રી ભારતીય જનતા પાર્ટીનાઓ ને તેમની ઉત્તમ કામગીરી બદલ જનસેવા કલ્યાણ ટ્રસ્ટ,તથા એન ટી ગૃપ કંપની.દિલ્હી અને ઈનરેકા સંસ્થા,ડેડીયાપાડા દ્વારા માનવતાવાદી સેવા નિઃસ્વાર્થ ભાવે સેવા બદલ રેવાના મોતી એવોર્ડ નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા તથા સુગર ફેકટરીના ચેરમેન ધનશ્યામભાઈ પટેલના હસ્તે એનાયત કરવામા આવ્યો હતો.

(3:30 pm IST)