Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

પ્રોહીબીશનના બે ગુનામાં પોતાની ધરપકડ ટાળતો વોન્ટેડ આરોપીને ઝબ્બે કરતી એલ.સી.બી.નર્મદા.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : હરીક્રિષ્ણ પટેલ , પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા હિમકર સિંહ,પોલીસ અધિક્ષક,નર્મદાની માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા - ફરતા આરોપીઓને પકડવા સારૂ તેઓના રહેણાંક તથા આશ્રય સ્થાનો તથા બાતમીદારોથી ઝડપી પાડી જેલ હવાલે કરવાની પરિણામલક્ષી કામગીરી કરવા સુચના મુજબ એ.એમ.પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના સુપર વિઝન હેઠળ ગરૂડેશ્વર પો.સ્ટે.પ્રોહી એક્ટ ના ગુનાના કામે ધરપકડ ટાળતો ચાલુ ગુનાના કામનો આરોપી ભદ્રેશ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી રાજપીપળા ખાતે હોવાની બાતમીના આધારે એલ. સી. બી.પોલીસ સ્ટાફનાં માણસો તેની વોચ દરમ્યાન પકડાઇ જતા ગુનાના કામે ગરૂડેશ્વર પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે . 

 ઉપરોકત આરોપી ભદ્રેશ ઉર્ફે કાલો નિકુલભાઇ તડવી (રહે . જુનાકોટ રાજપીપળ નો બીલીમોરા પો.સ્ટે. ૨૦૨૦ પ્રોહી એક્ટના ગુનાના કામે પણ નામ ખુલેલ હોવાનું જાણવા મળતા બીલીમોરા પો.સ્ટે.ને જાણ કરવામાં આવેલ છે.

(3:29 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST

  • યસ બેંકના રાણા કપૂરનો લંડન સ્થિત 127 કરોડ રૂપિયાનો ફ્લેટ ED દ્વારા જપ્ત : રાણા કપૂર આ ફ્લેટ વેચી નાખવાની તૈયારીમાં હોવાનું જાણવા મળતા તાત્કાલિક પગલું લીધું access_time 8:46 pm IST

  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST