Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

નવસારીના વાંસદા-વઘઇ માર્ગ પર કાર ચાલક પર ફાયરિંગ -લૂંટ મામલે બે આરોપી ની ધરપકડ

નાસિકના ટ્રાવેલ્સ વ્યવસાયીએ ગુનેગારો સાથે કાર લૂંટી રૂપિયા કમાવવાનો રસ્તો પકડ્યો : બે રાઉન્ડ ફાયરિંગ કરી 22 લાખની કાર લૂંટી ફરાર થયા હતા.

નવસારી : કોરોના કાળમાં આર્થિક ભીંસમાં મુકાયેલા નાસિકના ટ્રાવેલ્સ વ્યવસાયીએ ગુનેગારો સાથે કાર લૂંટી રૂપિયા કમાવવાનો રસ્તો પકડ્યો હતો. નવસારીના વાંસદા-વઘઇ માર્ગ પર નાસિકના કાર ચાલક પર બે રાઉન્ડ ફાયરિંગ કરી 22 લાખની કાર લૂંટી ફરાર થયા હતા.

નવસારી LCB પોલીસે 9 દિવસમાં બે આરોપીઓને મહારાષ્ટ્રના વર્ધા અને નાસિકથી પકડી ગુનાનો ભેદ ઉકેલકવામાં સફળતા મેળવી છે. તેમજ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી, લૂટેલી કાર, ચોરીનો માબાઇલ ફોન અને દેશી તમંચો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જેમાં સાગરે તેના મિત્ર કરણ પ્રકાશ ધુગે સાથે મળી નાશિકના જય ડગલેની 22 લાખ રૂપિયાની ઇનોવા કાર અઠવાડિયા પહેલા અમદાવાદથી પરિવારના સભ્યોને લાવવાના બહાને કાર ભાડે કરી હતી. સાથે જ તેમણે અન્ય સાથી આદિત્ય શિંદેને પણ સાથે લીધો હતો.

કાર નવસારીના વાંસદા-વઘઇ માર્ગ પરના તાડપાડા ગામના વિસગુલીયા નજીકથી પસાર થઈ રહી હતી.ત્યારે આરોપીઓએ લઘુશંકના બહાને કાર ઉભી રખાવી હતી અને કાર ચાલક જય ઉપર અચાનક બે રાઉન્ડ ગોળીબાર કરી તેને ઘાયલ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા જયને ઘટના સ્થળે છોડી આરોપીઓ કાર લૂંટીને મહારાષ્ટ્ર તરફ ભાગી છૂટ્યા હતા.

(1:10 pm IST)