Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહની અકિલા સાથે વાતચીત

ફી પ્રશ્ને સર્વાનુમતે ઉકેલ આવશેઃ મંગળવારે ફરી બેઠક

રાજકોટ, તા.૨૬: રાજયમાં હાલ કોરોનાના કારણે શાળાઓ બંધ છે. સ્વનિર્ભર શાળાઓમાં ભણતા બાળકોની અત્યારની ફી પ્રશ્ને કોકડુ ગૂંચવાયુ છે. શાળા સંચાલકો અને વાલી સંગઠનો સામસામે છે. મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યા બાદ ફરી સરકારના દ્વારે આવ્યો છે. સંચાલકો મહત્તમ ૨૫ ટકા ફી માફી આપવા તૈયાર થયા છે. વાલીઓ વધુ ફી માફી માંગે છે. સરકારની ભૂમિકા નિર્ણાયક બની છે.

દરમિયાન આજે આ બાબતે શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહે ચૂડાસમાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે ફી પ્રશ્ને શાળા સંચાલકો અને વાલીઓ સાથે બેઠક થઇ છે. મંગળવારે વાલી સંગઠન સાથે ફરી બેઠક થશે. હકારાત્મક વાતાવરણમાં વાટાઘાટ ચાલે છે. આવતા અઠવાડીએ સર્વ સહમતીથી સારો ઉકેલ નીકળશે તેવી આશા છે.

(1:06 pm IST)