Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

અંકલેશ્વર નેશનલ હાઇવે પર હોટલ પાછળ કારમાં છુપાવેલ વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

પોલીસે 8.49 લાખનો દારૂ તેમજ કાર સાથે બુટલેગરને ઝડપી પાડ્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં પોલીસે નેશનલ હાઈવે પરની એક હોટલ પાસેથી કારમાં રાખેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂપિયા 8.49 લાખનો દારૂ તેમજ કાર સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

  મળતી વિગત મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકને માહિતી મળી હતી કે, અંકલેશ્વર કાગદીવાડના બુટલેગર સુજાતખાને કાપોદ્રા ગામની સીમમાં આવેલી નવજીવન હોટલ પાછળ પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં પોતાની માલીકીની કારમાં વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવ્યો છે, જેના આધારે તાલુકા પોલીસ મથકના સ્ટાફે દરોડા પાડ્યા હતા.

પોલીસને ત્યાથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 5 હજારથી વધુ બોટલ મળી આવી હતી, જેથી પોલીસે રૂપિયા 8.49 લાખનો વિદેશી દારૂનો જથ્થો તેમજ કાર મળી રૂપિયા 13.59 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર ખાતેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી

(12:19 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યા વધુ :એક્ટીવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 88,691 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,90,513 થઇ : 9,56,491 એક્ટીવ કેસ : વધુ 92,312 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 49,38,641 રિકવર થયા : વધુ 1123 લોકોના મોત સાથે મૃત્યુઆંક 94,533 થયો access_time 1:03 am IST

  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી : મુખ્તારને જેલમાંથી મુક્ત કરો નહીં તો 24 કલાકમાં ખતમ કરી નાખશું : ધમકીમાં અભદ્ર ભાષાનો ઉપયોગ : પોલીસ ચક્રો ગતિમાન : આરોપી હાથવેંતમાં હોવાનો દાવો access_time 12:44 pm IST

  • ખાનગી શાળાઓનો ફીનો મુદ્દો હજુ અદ્ધરતાલ : વાલી મંડળે ૫૦%ની માંગણી કરી : શિક્ષણમંત્રીએ ૨૫%ની ફી માફીની દરખાસ્ત કરી : ફરી ૨૯મીએ શિક્ષણમંત્રી સાથે વાલીમંડળની બેઠક મળશે access_time 4:06 pm IST