Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સાબરકાંઠા જિલ્લાના હાથરોલ ગામે કોરોના વિસ્ફોટ : એક સાથે 15 પોઝિટિવ કેસ :8 દિ 'લોકડાઉન લાગુ

ગામની નાની-મોટી તમામ દુકાનો બંધ રહેશે: દૂધ અને મેડિકલની સેવાઓને છૂટ

સાબરકાંઠા જિલ્લાના હાથરોલ ગામમાં એક સાથે 15 લોકો કોરોનાથી સંક્રમિત મળ્યા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ગ્રામ પંચાયતના નિર્ણય પર હાથરોલમાં શુક્રવારથી એક અઠવાડિયા માટે લૉકડાઉન લાગૂ કરાયું છે

 આ અંગે હાથરોલ ગામના સરપંચ અમિત પટેલના જણાવ્યા પ્રમાણે, ગામના અનેક લોકો કામકાજ માટે બહાર જતા હોય છે. અનેક લોકોમાં રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવાના કારણે લોકો કોરોના સંક્રમણનો શિકાર બને છે. તાજેતરમાં ગામના 15 લોકો એક સાથે કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે..આથી ગામના અન્ય લોકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે તકેદારના ભાગરુપે ગ્રામજનો સાથે વિચાર-વિમર્શ કરીને શુક્રવારથી એક અઠવાડિયા માટે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે.

 

આ લૉકડાઉનના પગલે ગામની નાની-મોટી તમામ દુકાનો બંધ રહેશે. જો કે દૂધ અને મેડિકલની સેવાઓને છૂટ આપવામાં આવી છે. લૉકડાઉનના પ્રથમ દિવસે શુક્રવારે ગામના રસ્તાઓ સૂમસામ રહ્યાં હતા. ગ્રામજનોએ પોતાના ઘરોમાં જ રહીંને લૉકડાઉનનું સ્વૈચ્છિક પાલન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબરકાંઠા જિલ્લાના જ વડાલી, પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર, ઈડર, પુંસરી, તખતગઢ ગામો સ્વયંભૂ બંધ પાળીને લૉકડાઉનની જાહેરાત કરી ચૂક્યાં છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1442 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે વધુ 12 કોરોના દર્દીઓના મરણ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો વધીને 1,30,391 પર પહોંચી ચૂક્યાં છે. હાલ રાજ્યમાં કોરોનાના 16,505 એક્ટિવ કેસ છે.

(12:05 pm IST)
  • રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે એસપી બાલાસુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો: રામોજી રાવે કહ્યું, 'હું નિરાશ છું કે બાલાસુબ્રમણ્યમ હવે નથી. તે મારા નિકટના મિત્ર હતા. એક પ્રખ્યાત ગાયક જ નહીં, તે મારા ભાઈ જેવા હતા. તે મને પ્રેમથી ગળે લગાવતા હતા access_time 1:05 pm IST

  • દિલ્હીના 2 કરોડ નાગરિકોને કેજરીવાલ સરકારની મોટી ભેટ : હવેથી 24 કલાક પાણી મળશે : પાણી વિતરણ માટે બાબા આદમના વખતની ટેક્નોલોજીના સ્થાને અદ્યતન ટેક્નોલોજી અમલી બનાવાશે : પાણીની પાઈપ લાઈન ખોલવા માટે હેન્ડલ ઘુમાવવાને બદલે સેન્ટ્રલાઈઝડ સિસ્ટમ લાગુ કરાશે : કર્મચારી ઓફિસમાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલથી કામગીરી સંભાળશે access_time 12:35 pm IST

  • આતંકવાદ ,હથિયારોની ગેરકાયદે હેરાફેરી ,ડ્રગ્સ ,તથા મની લોન્ડરીંગ સહિતના મુદ્દે ભારત કાયમ અવાજ ઉઠાવશે : માનવતા, માનવ જાતિનું કલ્યાણ ,તથા માનવીય મૂલ્યોની હંમેશા રક્ષા કરીશું : વિશ્વના સૌથી મોટા વેક્સીન ઉત્પાદક દેશના પ્રાઈમ મિનિસ્ટરના નાતે હું જગતને આશ્વાસન આપવા માંગુ છું કે તમામ લોકોને આ વૈશ્વિક સંકટમાંથી બહાર કાઢવા માટે અમે સદાય તતપર રહીશું : ભારતની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝે 150 થી વધુ દેશોમાં જીવન જરૂરી દવાઓ મોકલી છે : અમે" વસુધૈવ કુટુંબક્મ " ની ભાવનામાં માનીએ છીએ : સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ઉધબોધન access_time 7:11 pm IST